Deval Honanu Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Deval Honanu Lyrics in Gujarati
By Gujju26-05-2023
દરિયાને તીર એક દેવળ હોનાનું
હે દરિયાને તીર એક દેવળ હોનાનું
દરિયાને તીર એક દેવળ હોનાનું
મારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણું
ભાયગથી થાય ભગવોનને મળવાનું
ભાયગથી થાય ભગવોનને મળવાનું
મારા દ્વારકાધીશનું રૂડું રે ઠેકાણું
મારા દેવની ભુમી એ રૂડું દ્વારકા નોમ
મારા ઠાકરનું ધોમ રૂડું દ્વારકા નોમ
અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
હે દરિયાને તીર એક દેવળ હોનાનું
દરિયાને તીર એક દેવળ હોનાનું
મારા રણછોડરાયનું રૂડું રે રજવાડું
મારા ડાકોરના ઠાકોરનું રૂડું રજવાડું
જોવા જેવો નઝારો ગોમતીના ઘાટે
હોનાની નગરી બનાવી મારા નાથે
જે કોઈ આવે હરિ દર્શનને કાજે
ખોટના પડે એને કદી કોઈ વાતે
આતો નગરી હોનાની રૂડું દ્વારકા નોમ
આતો નગરી હોનાની રૂડું દ્વારકા નોમ
અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
હે દરિયાને વચ્ચે એક દેવળ હોનાનું
દરિયાને વચ્ચે એક દેવળ હોનાનું
મારા ઠાકર ધણીનું રૂડું રે ઠેકાણું
ગાયોના ગોવાળિયાનું રૂડું રે રજવાડું
હે સૂર દ્વારેથી મોક્ષ દ્વારે આયો
ફરી દર્શનનો લ્હાવો લઇ આયો
જગનો નાથ જગત મંદિર બિરાજે
શંખ ચક્ર ગદા પદ્મ ચાર ભૂંજાયે
સૌથી સોહામણી મારી દ્વારકા નગરી
બૈઠો છે જ્યાં મારા ગિરધર લાલજી
અરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં ઘનશ્યોમ
દરિયાને તીર એક દેવળ હોનાનું
દરિયાને તીર એક દેવળ હોનાનું
મારા શોમળિયા શેઠનું રૂડું રે ઠેકાણું
મારા શોમળિયા શેઠનું રૂડું રે ઠેકાણું
મારા મોહન મુરલીવાળાનું રૂડું રે ઠેકાણું