દેવી ક્ષમાપન સ્તોત્ર
By-Gujju07-05-2023
દેવી ક્ષમાપન સ્તોત્ર
By Gujju07-05-2023
ॐ अपराधसहस्त्राणि क्रियन्तेऽहर्निशं मया।
दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरि ॥१॥
દિવસ-રાત અપરાધ હજારો મારાથી મા થયા કરે,
દાસ તમારો મને જાણતાં ક્ષમા કરો હે સર્વ શુભે.
आवाहनं न जानामि न जानामि विसर्जनम्।
पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वरि ॥२॥
આવાહ્નને ના જાણું, હું જાણું નહીં વિસર્જનને,
પૂજાનો પણ મર્મ ન જાણું, ક્ષમા કરો હે જગદંબે.
मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरि।
यत्पूजितं मया देवि परिपूर्णं तदस्तु मे ॥३॥
મંત્રભક્તિ કે ક્રિયા વગરનું પ્રેમે પૂજન આજ કર્યું,
પૂર્ણ અને વિધિપૂર્વક જાણી સ્વીકારો તે ધન્ય બધું.
अपराधशतं कृत्वा जगदम्बेति चोच्चरेत् ।
यां गतिं समवाप्नोति न तां ब्रह्मादयः सुराः ॥४॥
અપરાધ કરી અનેક પણ જે જગદંબા ઉચ્ચાર કરે,
તે જનને બ્રહ્માદિ દેવની દુર્લભ ગતિ તત્કાળ મળે.
सापराधोऽस्मि शरणं प्राप्तस्त्वां जगदम्बिके ।
इदानीमनुकम्प्योऽहं यथेच्छसि तथा कुरु ॥५॥
અપરાધી તો પણ આવ્યો છું શરણ તમારે હે જગદંબ,
યોગ્ય હોય તો કરો કૃપાની, કૃપાપાત્ર પર વહવો ગંગ.
अज्ञानाद्विस्मृतेर्भ्रोन्त्या यन्न्यूनमधिकं कृतम् ।
तत्सर्वं क्षम्यतां देवि प्रसीद परमेश्वरि ॥६॥
અજ્ઞાને ભૂલે ભ્રાંતિ થકી ને ન્યુનાધિક કંઈ હોય થયું,
પરમેશ્વરી ક્ષમા કરતાં તે, વરસો કરૂણાધાર હજુ.
कामेश्वरि जगन्मातः सच्चिदानन्दविग्रहे ।
गृहाणार्चामिमां प्रीत्या प्रसीद परमेश्वरि ॥७॥
કામેશ્વરી જગન્નમાતા, હે દિવ્ય સચ્ચિદાનંદમયી,
સ્વીકારો પ્રેમે થકી પૂજા, પ્રસન્ન સત્વર થાવ વળી.
गुह्यातिगुह्यगोप्त्री त्वं गृहाणास्मत्कृतं जपम्।
सिद्धिर्भवतु मे देवि त्वत्प्रसात्सुरेश्वरि ॥८॥
ગુહ્યાતિગૃહ્યના રક્ષક, સ્વીકારો જપને મારા,
કૃપા કરી સંસિદ્ધિ આપો, અપનાવો સ્તુતિની માળા.
– શ્રી યોગેશ્વરજી