Wednesday, 19 March, 2025

Devi Ramava Aavo Lyrics in Gujarati

185 Views
Share :
Devi Ramava Aavo Lyrics in Gujarati

Devi Ramava Aavo Lyrics in Gujarati

185 Views

હારે દેવી રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો

એ જેની જેની ઘુઘરી વાગી આ સતનો પાવો વાગ્યો
હો ડેકલાની ડોડી વાગી આ સતનો પાવો વાગ્યો
હો આરાશુર વારી માતા રમવા આવો
ચુવાર ની બહુચર રમવા આવો
પાવાગઢ ની મહાકાળી રમવા આવો
મરતોલી ની ચેહર રમવા આવો

હારે દેવી રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો
અરે હા વેણ નો પાવો વાગ્યો
હા વેણનો પાવો વાગ્યો

હો ગઢડે ને મઢડે દેવી તારો વાસ છે
તમારા વેણ નો અમને વિશ્વાસ છે
હો ભગતી ના ભાવ થી માં આસપાસ છે
દુનિયા ના બધા દેવો મારી માટે ખાસ છે

હો મસરારી મોગલ રમવા આવો
સધની સધી રમવા આવો
વડલાની વિહત રમવા આવો
દરિયાની સિકોતર રમવા આવો

હારે દેવી રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો
અરે હા વેણ નો પાવો વાગ્યો
હા વેણનો પાવો વાગ્યો

હો લીલુડા મોડવે તમે પધારજો
વા કે માડી વેલેરા આવજો
હો સતનો છોયો આંગણે કરજો
અમારો ઓરતો માં પુરો કરજો

હો ખમકારી ખોડલ રમવા આવો
ચોટીલાની ચામુંડ રમવા આવો
ઊંઝા વાળી  ઉમિયા માં રમવા આવો
નોન હજીરા ની મેલડી રમવા આવો

હારે દેવી રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો
હો ડેકલાની ડોડી વાગી આ સતનો પાવો વાગ્યો
એ જેની જેની ઘુઘરી વાગી આ સતનો પાવો વાગ્યો
હારે માતા રમવા આવો આ વેણ નો પાવો વાગ્યો

અરે હા વેણ નો પાવો વાગ્યો
હા વેણનો પાવો વાગ્યો
અરે હા વેણ નો પાવો વાગ્યો
હા વેણનો પાવો વાગ્યો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *