Monday, 23 December, 2024

Dhabkaro Lyrics in Gujarati

391 Views
Share :
Dhabkaro Lyrics in Gujarati

Dhabkaro Lyrics in Gujarati

391 Views

માધવ વિના રાધા સાવ રે અધુરી
વાલમના વ્હાલથી થઇ ગયી દુરી
વાલમના વ્હાલથી થઇ ગયી દુરી

હો જે દાડે જોવું ના મુખડું તમારૂં
હો વ્હાલા મારા જે દાડે જોવું ના મુખડું તમારૂં
જે દાડે જોવું ના મુખડું મારૂં
વિચારે ચઢી જાય મનડું આ મારૂં

હો તને જોવાને તારા ઘરે આંટા મારૂં
તને જોવાને તારા ઘરે આંટા મારૂં
ના રે જોવું તો મન મુંજાય અમારૂં

હો પ્રાણથી પ્યારા તમે જીવ છો અમારો
ધડકતા દિલનો તમે ધબકારો
પ્રાણથી પ્યારા તમે જીવ છો અમારો
ધડકતા દિલનો તમે ધબકારો

હા તારા વિના ક્યાંય ના લાગે મન મારૂં
તારા વિના ક્યાંય ના લાગે મન મારૂં
હરપલ રટે હૈયું નામ રે તમારૂં
મારૂ હરપલ રટે હૈયું નામ રે તમારૂં

હો જોવું ના તમને તો દિલ મારૂં રોતું
ગામ ગોંદરે શેમ શેરીયું માં ગોતું
ઘડી વાર તારી મારી દુરી થઇ જાતી
તને ખબર છે મારી હાલત કેવી થાતી

હો મારી આંખલડી નો તમે પલકારો
વાંસળી ના સુર વ્હાલા પ્રાણ છે અમારો
મારી આંખલડી નો તમે પલકારો
વાંસળી ના સુર વ્હાલા પ્રાણ છે અમારો

હા તારા વિના લાગે મને સાવ રે અધુરૂ
તારા વિના લાગે મને સાવ રે અધુરૂ
વિચારે ચઢી જાય મનડું આ મારૂં
એ વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારૂં

હો આખો દાડો તમારા ભણકારા વાગે
તમારા વિના ક્યાંય મનડું ના લાગે
અમને એકલા કેમ ગયા મેલી
સુનું વનરાવન સુની ગોકુલની ગલી

હો વાત અંતરની કહેવી હવે કોને
મનુ રબારી કહે લેજો વ્હાલા દ્યોને
વાત અંતરની કહેવી હવે કોને
મનુ રબારી કહે લેજો વ્હાલા દ્યોને

હે ગોકુળ નથી પારકું એ પોતાનું તમારૂં
ગોકુલ નથી પારકું એ પોતાનું તમારૂં
વાટ જોવે રાધા આંખે આસુંડાની ધારૂ

જે દાડે જોવું ના મુખડું તમારૂં
જે દાડે જોવું ના મુખડું તમારૂં
વિચારે ચઢી જાય મનડું આ મારૂં
વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારૂં
એ વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારૂં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *