Dhan Ekadashi Lyrics in Gujarati
By-Gujju25-04-2023
947 Views

Dhan Ekadashi Lyrics in Gujarati
By Gujju25-04-2023
947 Views
ધન્ય એકાદશી, ધન્ય એકાદશી,
એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે (2)
મારે એકાદશી નું વ્રત કરવું છે,
મારે ધ્યાન હરિ નું ધરવું છે
મારે વ્રજ ભૂમિ માં જય વસવું છે
ધન્ય એકાદશી………
મારે એકાદશી નું વ્રત સારું છે,
એ તો પ્રાણ જીવન ને પ્યારું છે
એ તો પ્રભુ પદ માં લઈ જનારું છે
ધન્ય એકાદશી…..
મારે ગંગા ઘાટે જાવું છે,
મારે જમુનાજી માં નાહવું છે
મારે ભવસાગર તરી જવું છે,
ધન્ય એકાદશી….
જેણે એકાદશી ના વ્રત કીધા છે,
તેના પાંચ પદાર્થ સીધા છે
તેને પ્રભુ એ પોતાના કરી લીધા છે
ધન્ય એકાદશી…..
મારે દ્વારિકા પુરી માં જવું છે,
મારે ગોમતીજી માં નાહવું છે
મારે રણછોડ રાય ને નીરખવા છે
ધન્ય એકાદશી…..