Tuesday, 3 December, 2024

ધનતેરસનું મહત્વ અને પૂજન વિધિ જાણો

215 Views
Share :
ધનતેરસનું મહત્વ અને પૂજન વિધિ જાણો

ધનતેરસનું મહત્વ અને પૂજન વિધિ જાણો

215 Views

ધનતેરસનું માહાત્મ્ય શું છે?

મુખ્ય ત્રણ મહાદેવીઓ છે: મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલિકા. ‘શ્રી’ , ‘લક્ષ્મી’, કે  ‘મહાલક્ષ્મી’ ધનસંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે. લક્ષ્મીની ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ.  ધનતેરસે સંધ્યાટાણે કે યોગ્યમુહૂર્તમાં ધનના પ્રતીકરૂપે સોના-ચાંદીના સિક્કા ધોવમાં આવે છે, એ રીતે ધનની પૂજા કરાય છે. ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી. ખોટા માર્ગેથી લક્ષ્મી આવી હોય તો તે ધન લક્ષ્મીનો સદુપયોગ કરવો. સાચા માર્ગે ધન કમાવાનો સંકલ્પ કરવો. માલધારીઓ પણ પોતાના ગાય-ગેટાંના ‘ધણ’ને શણગારીને ઉજળી સંપત્તિનો આદર્શ રજૂ કરે છે. 

ધનતેરસના દિવસે ચોપડાપૂજન શા માટે કરવામાં આવે છે?

ધનતેરશે લક્ષ્મી(ધન)ની પૂજા થાય છે અને સરસ્વતીની પણ પૂજા થાય છે. વ્યાપારીવર્ગનો સંબંધ જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાછે છે, તેથી તે વર્ગ ચોપડાનું પૂજન કરે છે અને ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તોકોનું પૂજન કરે છે. વેપારીના ચોપડામાં વર્ષભરનું જમા-ઉધાર સરવૈયું રહે છે. ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરાય છે. ‘હું ભ્રષ્ટાચારથી નહીં પણ પુરુષાર્થની કમાણી કરીને સાચો હિસાબ લખશીશ’, આવા ભાવથી ચોપડાનું પૂજન કરાય છે. 

ચોપડાપૂજન કરવાની શાસ્ત્રોક્ત વિધિ શું છે?

બાજઠના ચારખૂણે મીઠાસના પ્રતીક રૂપે શેરડીના સાંઠા બંધાય છે. બાજઠ ઉપર લક્ષ્મી-ગણપતિ-ઈષ્ટદેવની મૂર્તિઓ મૂકી તેનું પૂજન કરાય છે.  બાજઠની બાજુમાં મૂકેલા ચોપડાઓમાં સાથિયા પૂરી કંકુના ચાંદલા કરાય છે. નવા ખરીદેલા દરેક ચોપડામાં શ્રી૧। લખીને આગલા વર્ષના સરવૈયા સંબંધી બે ત્રણ લીટીઓ લખાય છે. ચોપડાઓનું પૂજન કરાય. પૂજનના પંચામૃતનું પાન કરાય છે. રાત્રે ચોપડા ખૂલ્લા મૂકાય. લાભપાંચમે ફરી પૂજા કરીને તેમાં હિસાબ કિતાબ લખવાનો આરંભ કરાય છે.

ધનતેરસના દિવસે પૈસા ન ખર્ચવા પાછળનું કારણ શુ છે?

ધનતેરસ ધનપ્રાપ્તિ અને ધનપૂજાનો તહેવાર છે. ધનતેરસે તો ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે, એને ઘરમાંથી બહાર ન કઢાય. આવી લોકમાન્યતા હોવાથી કેટલાક લોક આ દિવસે પૈસા ખર્ચતા નથી. કેવળ ધનને મહત્વ આપનાર લોકોમાં આવી વૃત્તિ વિશેષ પ્રમાણમાં હોય છે.

ધનતેરસ અને સમદ્ર મંથનને સો સંબંધ છે?

‘વિષ્ણુપુરાણ’ પ્રમાણે દેવ-દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, તો એમાંથી અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ, ધનતેરસનાં અધિષ્ઠાત્રી ધનની દેવી લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમંથનથી થઈ છે. વળી સમુદ્રમંથન પ્રસંગે આ દિવસે આયુર્વેદના દેવ ભગવાન ઘન્વંતરીના ઘટ સાથે ઉદભવ થયેલો એટલે ધનતેરસે ધન્વંતરીદેવીની પણ પૂજા થાય છે.

ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા શા માટે કરવામાં આવે છે?

ધનતેરસના દિવસે લક્ષ્મીનું પ્રાગટ્ય ક્ષીરસાગરમાંથી થયેલું. લક્ષ્મી તો ધન-સંપત્તિનો અધિષ્ઠાત્રી દેવી છે. તેથી ધનતેરસે લક્ષ્મીમૂર્તિની અને સોના-ચાંદીના સિક્કા વગેરેની પૂજા કરાય છે. ધન ધોવું એટલે સાત્વિક ધન મેળવવાનો સંકલ્પ કરવો. શુદ્ધ લક્ષ્મી જ પૂજાપાત્ર છે. કાળું નાણું નહીં. ‘હું કાળું નાણુ નહી પણ સાચી લક્ષ્મી મળવું.’ એવી ઉમદા ભાવના લક્ષ્મીપૂજા પાછળ રહેલી છે.

ધનતેરશન કેવી રીતે ઉજવાય છે? એમા શું શું કરાય છે? 

આ દિવસે દીપ પ્રગટાવી સોના-ચાંદીના સિક્કા, ગોધન, પશુધન, શ્રીયંત્ર વગેરેનું પૂજન કરાય છે. ‘શ્રીસુક્ત’નો પાઠ કરાય છે. લક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે: ૐ મહાલક્ષ્મી ચ વિદમહે, લક્ષ્મીપત્ની ચ ધીમહિ l તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્ ll ચાર રસ્તા કે ઘાટ ઉપર સંધ્યાટાણે તલના તેલનો દીપ મૂકવાથી અકાળે મૃત્યુ કે અકસ્માત થતા નથી. યમરાજનો ભય ટળી જાય છે. રાત્રે નદી-તળાવોમાં કાગળની હોડીઓમાં દીવા તરતા મૂકાય છે. ભગવાન ધન્વંતરીની પૂજા પણ કરાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *