Dhimo Varsad Lyrics in Gujarati
By-Gujju17-06-2023
368 Views

Dhimo Varsad Lyrics in Gujarati
By Gujju17-06-2023
368 Views
ભીંજાઈ હૈયા ની ધરતી રે
શરમાયું આંખોનું આભ
ટહુકયાં રે મનના મોરલિયા રે
આંગણિયા લીલી લીલી છાબ
કે આ મૌસમ મૌજ-એ-દરિયા
કોઇ નદી થઈ એમાં વહી જાઉં રે…
ધીમો ધીમો વરસાદ
પ્રીત દે છે કોઇ ને સાદ રે
ધીમો ધીમો વરસાદ
ભીના સપના ભીની રાતો
મેહકી ઉઠી એની યાદ રે
ધીમો ધીમો વરસાદ!
કોઇ જો પોતાનું હોય તો
દુનિયા કેવી વ્હાલી લાગે રે…
એની હારે બે મીઠી વાત રે..
બીજું કોઈ શું માંગે રે!
એના રંગો અંગે અંગે ,
અંગે અંગે આવી રંગે !
હું ઉમંગે ઉમંગે હરખાઉ રે !
ધીમો ધીમો વરસાદ
પ્રીત દે છે કોઇ ને સાદ રે
ધીમો ધીમો વરસાદ