ધીર ધૂરંધરા શૂર સાચા ખરા
By-Gujju20-05-2023
298 Views
ધીર ધૂરંધરા શૂર સાચા ખરા
By Gujju20-05-2023
298 Views
ધીર ધૂરંધરા શૂર સાચા ખરા મરણનો ભય તે તો મન નાણે
સર્વ નિખર્વ દળ એક સામાં ફરે તરણને તુલ્ય તેને જ જાણે.
મોહનું સેન મહા વિકટ લડવા સમે મરે પણ મોરચો નહિ જ ત્યાગે,
કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા એ દળ દેખતાં સર્વ ભાગે.
કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગ લાગે,
જોગિયા જંગમ તપી ત્યાગી ઘણા મોરચે ગયે ધર્મદ્વાર માગે.
એવા એ સેનશું અડીખમ આખડે ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
મુક્ત આનંદ મોહ-ફોજ માર્યા પછી અખંડ સુખ અટળ પદ રાજ માણે.
– મુક્ત આનંદ