Dhol Dhamkya Ne Lyrics in Gujarati
By-Gujju25-04-2023
286 Views

Dhol Dhamkya Ne Lyrics in Gujarati
By Gujju25-04-2023
286 Views
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા
જાણે ઈશ્વર પાર્વતી હાથ મળ્યા
જાણે બ્હ્મા બ્હ્માણી હાથ મળ્યા
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
જેમ વિષ્ણુ લક્ષ્મીજીની જોડ મળી
જેમ ઇન્દ્ર-ઇન્દ્રાણીની જોડ મળી
જેમ ચન્દ્ર ચન્દ્રાણીની જોડ મળી
એમ વર ને કન્યાની જોડ મળી
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
જેમ દૂધમાં સાકર જાય ભળી
જેમ ફૂલમાં હોઈ સુવાસ ઘણી
જેમ શોભે છે લહેરો સાગરમાં
એમ વર ને કન્યા શોભે માયરામાં
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા
હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા
પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા