Dhol Vaage Lyrics in Gujarati
By-Gujju27-04-2023
443 Views

Dhol Vaage Lyrics in Gujarati
By Gujju27-04-2023
443 Views
વેલેરા તમે આવજો સાજણ
વેલેરા તમે આવજો
વાટ નિહારું
નેણ પસારું
વેલેરા તમે આવજો
તારા કાજે સૂરજનું સોનું રે મગાવી અમે
નથડીના ઘાટ રે ઘડાવ્યા
સજન ઘર આવો ને
તારાઓમાં ચાંદનીના રેશમી દોરા પરોવી
સપનાના હાર રે ગૂંથાવ્યા
સજન ઘર આવો ને
ભૂલી પડી રે તારા સરનામે
ઢોલ વાગે તો રાતનો રંગ જામે
આંખો આંખોમાં કોઈ જંગ જામે
ઢોલ વાગે તો રાતનો રંગ જામે
રંગ જામે રે કાંઈ રંગ જામે
ઢોલ વાગે તો રાતનો રંગ જામે
કોના રે ઉજાગરામાં આંખો કરી લાલ
ગાલો ઉપર ઊડે જાણે અબીર ગુલાલ
પરદેશી સાહેબા હો…જી
હોજી રે પરદેશી સાહેબા
તારા વિના શું છે મારા ચોમાસાના હાલ
વાંચી લેજે મોકલી મેં વાદળી ટપાલ
પરદેશી સાહેબા હો…જી
હોજી રે પરદેશી સાહેબા