Saturday, 21 September, 2024

Dhole Ramadi Dau Lyrics in Gujarati

94 Views
Share :
Dhole Ramadi Dau Lyrics in Gujarati

Dhole Ramadi Dau Lyrics in Gujarati

94 Views

હે હેડ ને છોડી હેડ ને
એ હેડ ને છોડી હેડ ને
હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં
હે હેડ ને છોડી હેડ જે
હેડ ને છોડી હેડ ને
હેડ ને માલણ હેડ તને દ્વારકે લઇ જઉ
હેડ ને રોણી હેડ તને દ્વારકે લઇ જઉ
મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં
હે … મારા શ્યોમળિયાના રાજમાં ઢોલે રમાડી દઉં

હે થોડો ભેદ ખોલો મારા શ્યોમળિયા શેઠનો
જોવો છે મલક મારે દ્વારિકાના નાથનો
હે કર્યો છે ઉજાગરો મેતો આખી આખી રાતનો
ઝોલો રે લાગ્યો છે મને દ્વારિકાના નાથનો

હે હાવ હોનાની નગરીના અજબ છે ઝરૂખા
ચારે કોર દરિયો વચ્ચે શોભે છે દ્વારકા
હાવ હોનાની નગરીને અજબ છે ઝરૂખા
ચારે કોર દરિયો વચ્ચે શોભે છે દ્વારકા
અલી હેડ ને

હે હાલ ને છોરા હાલ મને દ્વારકે લઇ જા
એ હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
હે શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
હે મારા શ્યોમળિયાના રાજમાં ઢોલે રમાડી દઉં

હે જેની જેની જાળીયોને માધવની મેડિયો
સોહામણું દ્વારિકાને દ્વારિકાની શેરીયો
હે ચાંદીની ચમક જેવું દરિયાનું પાથરણું
ખીલે જો સુરજ ને થાય દ્વારિકા હોનાનું

હે તાળી રે પાડી ને ધુન શ્યોમળિયાની ગાશું
ઢોલ ના તાલે જોડે કોનુંડો રમશું
તાળી રે પાડી ને ધુન શ્યોમળિયાની ગાશું
ઢોલના તાલે જોડે કોનુંડો રમશું
અલી હેડ ને

હે હાલ ને છોરા હાલ મને દ્વારકે લઇ જા
હે હેડ ને છોડી હેડ તને દ્વારકે લઇ જઉ
શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં
શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
હે મારા કોનુંડાના જોડમાં તને રમવા રે લઇ જઉ
શ્યોમળિયાના રાજમાં ઢોલે રમવાને લઇ જા
હે મારા શ્યોમળિયાના જોડમાં ઢોલે રમાડી દઉં
અલી હેડ ને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *