Dholida Dhol Dhimo Dhimo Lyrics in Gujarati
By-Gujju26-04-2023
Dholida Dhol Dhimo Dhimo Lyrics in Gujarati
By Gujju26-04-2023
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ધ્રૂજે ના ધરણી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ધ્રૂજે ના ધરણી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ચમકંતી ચાલ માને ઘૂઘરી ઘમકાર
નેપુરના નાદ સાથે તાળીઓના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી ઘમકાર
નેપુરના નાદ સાથે તાળીઓના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી ઘમકાર
નેપુરના નાદ સાથે તાળીઓના તાલ
ગરબામાં ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ગરબામાં ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
સોળે શણગાર સજી, અવની પર આજ
રમવાને રાસ આવ્યા અલબેલી માત
સોળે શણગાર સજી, અવની પર આજ
રમવાને રાસ આવ્યા અલબેલી માત
સોળે શણગાર સજી, અવની પર આજ
રમવાને રાસ આવ્યા અલબેલી માત
નીરખું નીરખુંને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
નીરખું નીરખુંને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
વાંકડિયા વાળ શોભે, કેશ ઘણા
મોગરાની વેણીમાં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે, કેશ ઘણા
મોગરાની વેણીમાં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે, કેશ ઘણા
મોગરાની વેણીમાં ચંપા બે ચાર
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, રૂપ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, રૂપ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ઉમટ્યા સૌ લોક આજ ગબ્બરના ગોખ
મોતી વેરાણા રૂડા ચાકરના ચોક
ઉમટ્યા સૌ લોક આજ ગબ્બરના ગોખ
મોતી વેરાણા રૂડા ચાકરના ચોક
ઉમટ્યા સૌ લોક આજ ગબ્બરના ગોખ
મોતી વેરાણા રૂડા ચાકરના ચોક
વીણું વીણું ને મારી છાબડીમાં માય ના, છાબડીમાં માય ના