Saturday, 23 November, 2024

ધ્યાન ધણી કેરું ધરવું

304 Views
Share :
ધ્યાન ધણી કેરું ધરવું

ધ્યાન ધણી કેરું ધરવું

304 Views

ધ્યાન ધણી કેરું ધરવું, બીજું મારે શું કરવું રે?
શું કરવું રે સુંદરશ્યામ, બીજાને મારે શું કરવું રે ?

નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,
ધ્યાન ધણીતણું ધરીએ રે;
સંસારસાગર મહાજળ ભરિયો રે વા’લા,
તારા ભરુંસે અમે તરીએ રે…બીજું.

સાધુજનને ભોજન જમાડીએ વા’લા,
જૂઠું વધે તે અમે જમીએ રે;
વૃંદા તે વનમાં રાસ રચ્યો રે વા’લા,
રાસમંડળમાં તો અમે રમીએ રે…બીજું.

હીર ને ચીર મને કામ ન આવે વા’લા,
ભગવાં પહેરીને અમે ભમીએ રે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ ચિત્ત ધરીએ રે…બીજું.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *