Dikri Kul Nu Ajvadu Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Dikri Kul Nu Ajvadu Lyrics in Gujarati
By Gujju08-06-2023
છે સ્નેહની સરવાણી ને વેદોની વાણી
છે સ્નેહની સરવાણી ને વેદોની વાણી
જટાએથી વેહતું જાણે ગંગાનું પાણી
હો દીકરી જેના ઘરમાં એ સુખની નિશાની
પુર્ણ્યની કમાણી એને દેવો એ વખાણી
મારા ગુમાન કેરું ગાડું
મારા ગુમાન કેરું ગાડું મારા હૈયાનું રજવાડું
મારા ગુમાન કેરું ગાડું મારા હૈયાનું રજવાડું
છે ઘરની એતો જ્યોતી મારા કુળનું અજવાળું
છે ઘરની એતો જ્યોતી મારા કુળનું અજવાળું
હો માંગો એક બુંદ આખો દરિયો ધરે છે
ગાગરમાં પ્રેમનો એ સાગર ભરે છે
હો છીપલાંમાં મોતી એના સ્પર્શથી કરે છે
હૂંફની હોળીમાં સૌ કોઈ તરે છે
એ મારા લલાટે લખાણી હરખની હેલી
ઈશ્વરની ઘડેલી મૂર્તિ અલબેલી
સ્મિતની ચાવીથી
એના સ્મિતની ચાવીથી ખુલે નસીબનું તાળું
એના સ્મિતની ચાવીથી ખુલે નસીબનું તાળું
છે ઘરની એતો જ્યોતી મારા કુળનું અજવાળું
છે ઘરની એતો જ્યોતી મારા કુળનું અજવાળું
હો મલહમ લગાડે જો લાગે કોઈને ચોટ
કણ કણને બાંધે જો ઘર થયું હોય લોટ
એના વ્હાલના દરિયામાં ન આવે કદી ઓટ
સુખની કરે ભરતી વરતાવા ના દે ખોટ
હો હેતની ભીની રેત છે અંધારે શ્વેત છે
કાળજામાં એના જીવન મારુ કેદ છે
હો ગ્રહણ અટકાવવા
હો ગ્રહણ અટકાવવા કરે તેજનું કુંડાળું
હો ગ્રહણ અટકાવવા કરે તેજનું કુંડાળું
છે ઘરની એતો જ્યોતી મારા કુળનું અજવાળું
છે ઘરની એતો જ્યોતી મારા કુળનું અજવાળું
છે ઘરની એતો જ્યોતી મારા કુળનું અજવાળું