દિલમાં દીવો કરો
By-Gujju20-05-2023
315 Views
દિલમાં દીવો કરો
By Gujju20-05-2023
315 Views
દિલમાં દીવો કરો રે દીવો કરો,
કૂડા કામ ક્રોધને પરહરો રે … દિલમાં દીવો કરો
દયા દીવેલ પ્રેમ પરણાયું લાવો,
માંહી સુરતાની દીવેટ બનાવો;
મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે … દિલમાં દીવો કરો
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારુ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે …. દિલમાં દીવો કરો
દીવો અણભે પ્રગટે એવો,
ટાળે તિમિરના જેવો;
એને નેણે તો નીરખીને લેવો રે … દિલમાં દીવો કરો
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે … દિલમાં દીવો કરો
– રણછોડદાસ