દિલના અરમાન Lyrics in Gujarati
By-Gujju07-11-2023
દિલના અરમાન Lyrics in Gujarati
By Gujju07-11-2023
હો દિલના અરમાનો તોડી નાખ્યા
હો દિલના અરમાનો તોડી નાખ્યા તારી એકજ વાતે
એક પલ માં તમે એવું બોલ્યા ના ફાવે તારી સાથે
હો વોક તો કઈ દો મને ભૂલ મારી કઈ દો
હોય મજબૂરી તો એ પણ કઈ દો
હો દિલના અરમાનો તોડી નાખ્યા તારી એકજ વાતે
એક પલ માં તમે એવું બોલ્યા ના ફાવે તારી સાથે
હો નથી કોઈ વાતે થયો તારે મારે ઝગડો
ખબર નથી કેમ મારા પર બગડો
હો કરી બદનામ મને આખરે તરછોડો
વિચાર કરો ને તમે વાલમાઓ થોડો
હો પ્રેમ કરવાની કેવી સજા તે આપી
કઠોર દિલ નો કેમ બન્યો તું પાપી
હો દિલના અરમાનો તોડી નાખ્યા તારી એકજ વાતે
એક પલ માં તમે એવું બોલ્યા ના ફાવે તારી સાથે
હો તારા મારા પ્રેમ ની વાત જોણે હગાવાળા
તારા લીધે તૂટ્યું મારુ હગુ રે થયેલું
હો તું છોડે તો હવે મોત છે મંજિલ
કોની આગળ જઈ કરું હું દલીલ
હો આવું કરીશ એવો લાગતો રે નોતો
પેલા તો પૂછ્યા વગર ખાતો રે નોતો
હો દિલના અરમાનો તોડી નાખ્યા તારી એકજ વાતે
એક પલ માં તમે એવું બોલ્યા ના ફાવે તારી સાથે