Dil Thi Karto Hato Pyaar Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dil Thi Karto Hato Pyaar Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો હું કરતો તો પ્રેમ એટલો એ કરતી
મને ખબર છે મારા પર મરતી
મને ખબર છે એ મારા પર મરતી
હો આ દુનિયા માં હતી એક છોકરી રે
એને દિલ થી કરતો તો હું પ્યાર….(2)
હે એના માટે મેતો કરી હતી નોકરી રે
એને દિલ થી કરતો તો હું પ્યાર
હો હું કરતો તો પ્રેમ એટલો એ કરતી
મને ખબર છે મારા પર મરતી
મને ખબર છે એ મારા પર મરતી
હે કોણ જાણે કોણે મારી દીધી કોંકરી રે
મારો વિખરાઈ ગયો છે સાચો પ્યાર
અરે કોણ જાણે કોણે મારી દીધી કોંકરી રે
મારો વિખરાઈ ગયો છે સાચો પ્યાર
હો બર્થડે મારો હોય તો કેક એ લાવતી
સૌ પહેલા બર્થડે વિશ મને એ કરતી
હો જયારે કઉ ત્યારે મળવા મૂડ થી એ આવતી
બકા ચકા કઈને મને બાથ ભરી લેતી
વીખરેલ વાળ મારા હેત થી ઓળાવતી
નજર ના લાગે કાળું ટપકું મને કરતી
નજર ના લાગે કાળું ટપકું મને કરતી
હે મારા પ્રેમ ની ફેંદાઈ જય છે ચોયડી
મારો વિખૂટો પડી ગયો પ્યાર
હે મારા પ્રેમ ની ફેંદાઈ જય છે ચોયડી
મારો વિખૂટો પડ્યો હાચો પ્યાર
હું એનું ખોળિયું ને એ મારો જીવ છે
એના વિના હવે જીવવું બેકાર છે
હો પહેલો ને છેલ્લો એ મારો પ્યાર છે
મારો એ વાર ને મારો તહેવાર છે
મન નથી મનાતું એ આવું ના કરે
મને પૂછ્યા વગર ડગલું ના ભરે
મને પૂછ્યા વગર ડગલું ના ભરે
હે ના થાય કોઈ દાડો આવી આકરી રે
મારો વિશ્વાસ વાળો પ્યાર…(2)
હો આ દુનિયા માં હતી એક છોકરી રે
એને દિલ થી કરતો તો હું પ્યાર
એને દિલ થી કરતો તો હું પ્યાર