Sunday, 22 December, 2024

દિપાવલી પર્વ સુધીના શુભ મુહુર્તો

221 Views
Share :
દિપાવલી પર્વ સુધીના શુભ મુહુર્તો

દિપાવલી પર્વ સુધીના શુભ મુહુર્તો

221 Views

ચોપડા નોંધાવવા માટેના મુહુર્તો

તા. 20મીના શુક્રવારના સવારે 6.36 થી ચલ સવારે 8.01 થી લાભ, સવારે 9.28 થી 10.55 સુધી અમૃત તથા બપોરે 12.23 થી 1.49 સુધીનું મુહુર્ત શુભ છે. તા. 23મીના સવારના 6.35 થી 8.01 સુધી અમૃત સવારે 9.28 થી 10.55 સુધી શુભ, બપોરે 1.50 થી 3.17 સુધી ચલ તથા બપોરે 11.59 થી 12.46 સુધી વિજય મુહુર્ત છે.

વિજયા દશમી

તા. 24મીના મંગળવારે વિજયાદશમી છે યંત્ર, મશીન પૂજન, તથા સોના-ચાંદી, ચોપડા નોંધાવવા – લાવવા માટે સવારે 8.31 થી 9.29 સુધી શુક્રની શુભ હોરા શ્રેષ્ઠ છે. સવારે 9.29 થી 1.48 સુધી ચલ, લાભ, અને અમૃત ચોઘડીયા, બપોરે 3.16 થી 4.42 સુધી શુભ સાંજે 7.43 થી 9.16 સુધી લાભ ચોઘડીયું છે વિજય મુહુર્ત 11.59 થી 12.43 સુધી તથા બપોરે 2.18 થી 3.05 સુધીનું તા. 25મીના બુધવારે ચોપડા લાવવા માટે સવારે 6.36 (લાભ) થી અમૃત 8.01 થી 9.28 સુધી સવારે 10.56 થી 12.21 સુધી શુભ ચોઘડીયું છે. તા. 26ના સવારે શુભ 6.35 થી 8.01 સુધી, ચલ 10.56 થી બપોરે લાભ 12.22 થી અમૃત 1.46 થી 3.14 સુધી તથા વિજય મુહુર્ત છે તા.1લી નવે. તથા તા. 3જી નવે.ના શુક્રવારના પણ શ્રેષ્ઠ મુહુર્તો છે. તા. 05મી નવે. ના રવિવારે સવારે 10.29 સુધી રવિપુષ્પ નક્ષત્ર છે સોનું-ચાંદી, ચોપડા નોંધાવવા લાવવા માટે શ્રેષ્ઠ સમય છે. તા. 7મીના પણ ચોપડા નોંધાવવા લાવવા માટે શ્રેષ્ઠ મુહુર્તો છે.

ધન તેરસ

તા.10 નવે.ના શુક્રવારના ધનતેરસ છે. ધનપૂજન, કુબેર પૂજન, ચોપડા લાવવા, ગાદી બિછાવવા માટે, લક્ષ્મી મહાલક્ષ્મી પૂજન, સોના ચાંદી, સિકકા, આભૂષણ રત્નો આદિ ધનનું પૂજન કરવું આ દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ ગણાય છે.

મંત્રો: ૐ ર્શ્રીં ર્હીં કર્લીં મહાલ જુમ્યૈનમ:

ૐ ર્શ્રીં ર્હીં કુબેરાય વૈશ્ર્વણાય ધનધાન્યાદિ પતયે ધન ધાન્ય સમૃદ્ધિ દેહિ દેહિ સ્વાહા!

સવારે 6.30 થી 7.58 (શુભ) સવારે 10.59 થી ચલ, બપોરે 12.27 લાભ, અમૃત બપોરે 1.56 થી 3.25 શુભ 4.55 થી રાત્રે 6.24 થી અમૃત 7.55 થી 9.24 સુધી ચલ તથા મધ્યરાત્રે 12.27 થી 1.48 સુધીનું મુહુર્ત શ્રેષ્ઠ છે.

કાળી ચૌદશ

તા.11મી નવે.ના શનિવારે કાળીચૌદશ છે કાલીમાતાનું પૂજન યંત્ર પુજા, રાત્રે બાવન વીરોનું પૂજન, ઘંટાકર્ણ વીરનું પૂજન હવન 10 ભૈરવોનું પૂજન, 10 મહાવીરોની આરાધના લક્ષ્મી કુબેર પૂજન, રાત્રે યાંત્રિક પૂજન કરવું
ચોઘડીયા સવારે 8.08 થી 9.32 સુધી શુભ, બપોરે 12.22 થી ચલ 1.47 થી લાભ બપોરે 3.12 થી 4.36 સુધી અમૃત સાંજે 6.01 થી 7.36 સુધી લાભ, રાત્રે 9.12 થી શુભ 10.47 થી અમૃત તથા મધ્યરાત્રે 12.22 થી 1.58 સુધી ચલ ચોઘડીયું શ્રેષ્ઠ છે.

દિપાવલી પર્વ

તા. 12મીના નવેના દિપાવલી પર્વ છે.લક્ષ્મી શારદાપૂજન, ચોપડા પૂજન, મહાલક્ષ્મી, મહા સસ્વતીપૂજન લક્ષ્મી કુબેર પૂજન વગેરે વીર નિર્વાણ દિને મધ્યરાત્રે ૐ ર્હીં ર્શ્રીં મહાવીર સ્વામી પારંગતાય નમ: ની 20 માળા ગણાવી ચોઘડીયા સવારે ચલ 8.08 થી સવારે 9.33 થી 12.21 લાભ, બપોરે 1.47 થી 3.12 શુભ, સાંજે 6.01 થી શુભ, રાત્રે 7.36 થી અમૃત 9.12 થી 10.46 ચલ, મધ્યરાત્રે 1.28 થી 3.33 સુધી લાભ ચોઘડીયું છે.

આસોવદ અમાસ

તા. 13મીના આસોવદ દિ અમાસ (પડતર દિવસ) છે મધ્યરાત્રી પછી પાછલી રાત્રે સૂર્યોદય પહેલા શ્રી ગૌતમ સ્વામીજીના કેવળજ્ઞાન કલ્યાણકની 20 માળા ગણવી ૐ ર્હીં ર્શ્રીં ગૌતમ સ્વામી સર્વજ્ઞાય નમ:

નૂતન વર્ષ

તા.14મીના મંગળવારે વિક્રમ સંવત 2080ની સાલનો પ્રથમ દિન કારતક સુદ 1 છે. નૂતન વર્ષારંભે ૐ ર્હીં ર્શ્રીં અરિહંત ઉજવવા શ્રી ગૌતમ સ્વામીને નમ: પ્રાત: સમયે 1 માળા ગણાવી ગુરુશ્રીના મુખે નવસ્મરણ શ્રી ગૌતમસ્વામી રાસ સાથે મહામાંગલિક પછી પેઢી દુકાને જઈ મિતિ લખવી નવા વર્ષનો વેપાર શરૂ કરવો જિનાલય મંદિરનો દ્વારોઉદ્ઘાટન વગેરે

ભાઈબીજ

તા.15મીના બુધવારે ભાઈબીજનું પર્વ ઉજવાશે

લાભપાંચમ

તા.18મીના શનિવારે જ્ઞાનપંચમી સૌભાગ્ય પંચમી તથા લાભ પંચમી છે આ દિવસે ચોપડામાં મિતિ નાંખવી, કાંટો બાંધવો નવા વર્ષનો વેપાર શરૂ કરવો જ્ઞાન પંચમીના દેવવંદન કરવા ‘ૐ ર્હીં નમો નાણસ્સ’ની 5 થી 51 માળા ગણવી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *