દિવાળીનું મહત્વ
By-Gujju20-09-2023
દિવાળીનું મહત્વ
By Gujju20-09-2023
આમ તો ગુજરાત ની સંસ્કૃતિ આગવી છે. ગ્રામ્ય સંસ્કૃતિ સાથે વનાયેલો દિવાલીનો તહેવાર કઈક અલાયદો છે. સૌરાસ્ટ્ર ની ભૂમિ પર આ તહેવાર લગભગ નોરતા પૂરા થાય ત્યારથી તૈયારી સરૂ થય જાય છે. જો તમે અમારા નાનકડા ગામમાં ડોકિયું કરો તો તેની સંસ્કૃતિ ની સહેલી કઈક આગવીજ છે.ભારત ગામડાનો બનેલો દેશ છે. ગામડા ગામ માં આ તહેવાર આસો સુદ ને પુનમ થી તૈયારી ચાલુ થાય છે. ખાસ કરીને આ તહેવાર ભારતની ભવ્ય સંસ્કૃતિ ની જાખી કરાવે છે.
અમારા ગામડા છૂટા સવાયા વસેલા હોવાથી ગુજરાત ના દરેક ગામ ની રીત રિવાજ રહેણી કરની જુદી પડે છે. દિપાવલી ના તાહેવાર માં લોકો ખાસ કરિને પોતાના ઘર એ ૧૫ દિવસ અગાવથી સજાવે છે. જાણે કે નવી દુલ્હન ઠાઠ માઠ સાથે તૈયાર થય હોય. ઘર સફાય ની વાત કરીયે તો દેસી નળિયા ના મકાન ની વાત કઈક અલાયદી છે.અમારી ગામડા ગામની બહેનો ઘર માં કરતી ગાર ગોરમટી તો કઈક જુદીજ છે. ઘર માં થતું લીપણ જેમાં જમીનની સફેદ ચીકણી માંટીમા ગાય નું છાણ નાખી તેનું લીપણ થાય છે તેમજ દિવાલો પર ધોળ થાય છે. આંગણામાં સરસ લીપણ થાય છે તેમાં ડીજાઈન થાય છે. ઓસરીમાં ટોડલિયા બંધાય છે દીવાલ પર ચાક્ળા ટિંગાડે છે ફળિયામાં જુદી જુદી દિજઇનની રંગોળી પૂરે છે. ઘરની ઓસરી ની કોર પર દિવડા ની લાઇન મુકાય છે.નવા નવા ખાટલા પર નવા ગોદડા. આ બધુ જોઈ લાગે કે ખરેખર તહેવાર ની મજા તો ગામડે જ છે.
આતો ઘર ની વાત શેરી એ આટો મારો ટો નાના વેપારી પોતાની દુકાન માથી પણ દિવાળી કાઢી ને હાટડીઓ સજાવે છે પંચાયતો ગામ ને સાફ કરાવે છે લોકો પોત પોતાની શેરી ઑ સાફ કરાવે છે. ઘરે ઘરે ડેલીઓ પર તોરણ બંધાય છે અને વળી અમારા નાના નાના ગામમાં ની ડેલી ના ટોડલા પર લખેલ ‘વેલ કમ’ લાભ શુભ જોવો ટો તાકી તાકી ને જોઈ લેવાનું મન થાય.
આમ કરતાં કરતાં આવી પડે દિવાળી ની રાત. દિવાળી ના દિવડાનો જગમગાટ ફટાકડાનો ફડફડાટ અને આનંદનો ઉત્સાહ વચ્ચે એ રાત અમારા ગામડા ની માણવા જેવી હોય છે. ઘરના ફળિયાની વાત કરો તો એ ફૂટ્યો આઘારહેજો એ રોકેટ ગયું બમ ફૂટ્યો જોજો પેલી ફૂલજાર નો ગરમ તાર પગમાં ના આવે આવા વાતાવરણમાં સાંજ ખરેખર નવોઢા બની આવી હોય તેવું વાતાવરણ જામ્યું હોય ને અમારા દાદા વળી ઓસરીની કોર પર સલમ ની સુંગી મારતા જાય ને કહેતા જય છોકરા ધ્યાન રાખજો દાજતા નહિહો. વળી કોઈ કહેતા હોય જોજો પેલા ખૂણામાં ટતીખારો ના જાય ઢોર ની નીરણ પડી છે આમ બાળકોનો આનંદ તો ગુજરાત ના ગાંમડા માં જ સાચો આનંદ અને ઉત્સાહ હોય છે.
સૂરસૂરિયું થયેલો બમ ફૂટે તે પહેલા દાદા નો અવાજ આવે એય ત્યાં જતો નહીં તે ગમેત્યારે ફૂટે ને પેલી અમારી નાની નાની દીકરીઓ ને તો બોલાવો તો પણ બોલે નહીં કેમકે તે પણ તેના કામમાં પરોવાયેલી હોય તે પેલા લાલ લીલા પીળા કળા કેસરી સફેદ રંગ થી રંગોળીમાં એટલી મસગુલ હોય કે ક્યારે તેની પાસે લવિંગયો ફૂટે ત્યારે દાદા ને કહે આને કહોને દાદા …વળી લાગી જાય કામે ..આમજ મોડી સાંજ સુધી બધા પોતપોતાના કામમાં મસઘૂલ હોય છે બા ..બા તો ઘરની જ ચિંતા કરતી હોય કે સવારે કેટલું વહેલું ઊઠવું ..વાસિન્દુ કરવું છાશ ફેરવી ઢોર ને નીરણ નાખવી પાણી પીવડાવવું નાના ભાઈ ને તૈયાર કરવો બેનનું માથું ઓળાવવું ત્યાં
બધા માટે ચા કરવો કેટલો સમય જોસે? આવી મનમાં ગડમથલ કરતાં કરતાં કહે બટા હવે સૂઈ જાવ સવારે વહેલું ઉઠવાનું છે .
બધાને સૂવાડી સૂતી માં દિવાળી નો તહેવાર રાત્રે ફૂટેલા ફટાકડા નો તમામ કચરો સાફ કરી આગનું વાળી સઘળી દિવાળી ની રાત્રિ ની સફાય અહિયાં પૂરી થાય ત્યારે સુવે આમ ધન તેરસ કાળીચૌદસ થી દિવાળી સુધી આનંદ અને ઉલ્લાસ સાથેનો તહેવાર લોકોને અમારી હિન્દુ સંસ્કૃતિ જખી કરવેછે લોકો ના મનમાં રહેલો અંધકાર દૂર કરી પ્રકાશ પાથરવાનું કાર્ય કરે છે આ અમારા પવિત્ર તહેવાર ઘણી બધી માન્યતા સાથે સંકળાયેલ છે. એક એવિ પણ માન્યતા છે કે આ દિવસે રામ રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા હતા તેની યાદ માં લોકોએ ઘરે ઘરે દીવા ફેટાંવી આ તહેવાર મનાવ્યો હતો .
આ દિવસે ગામડા ગામમાં તેમજ સિટી માં વેપારી ઑ ઘરેઘરે પોતાની દુકાન પેઢી ઓફિશ ના ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડાની સરૂઆત કરે છે આગલા દીવસ ને કાળી ચૌદસ તરીકે ઓળખે છે તે દીવસે ગામડા ની માન્યતા મુજબ રાત્રે ૧૨ વાગ્યે ભૂત પ્રેતની ગામના ચાર ચોક માં તેમજ સ્મશાન માં વિધિ કરે છે તેવી માન્યતા હતી હવે આવું જોવા મળતું નથી. કાળી ચૌદશ પહેલા ધન તેરસ આવે છે. આ દિવશે લોકો ધનની પૂજાકરે છે અને શહેરમાં અમીર માણસો સોનાની ખરીદી કરે છે તેમજ આ દિવસે ચાંદી ની ખરીદી શુભ બતાવેલી છે.
આવી રીતે આ અમારો હિન્દુ નો પવિત્ર તહેવાર અમાસની અંધારી રાત ને આંજવાળા મે ફેરવી દેતો દિપાવલી નો તહેવાર ગુજરાત ભવ્ય સંસ્કૃતિ ની જખી કરાવે છે આમ આ ૧૫ દિવસ નો તહેવાર આનંદ ઉલ્લાસ સાથે નવા વર્ષ ની શરૂ આતથી પૂર્ણ થાય છે.