દિવાળી પર રંગોળી બનાવવામાં થતું હોય કન્ફ્યૂઝન
By-Gujju18-10-2023
દિવાળી પર રંગોળી બનાવવામાં થતું હોય કન્ફ્યૂઝન
By Gujju18-10-2023
દિવાળીના દિવસે આપણે સૌ આપણા ઘરને સજાવીએ છીએ. નવી ચાદર, નવા પડદાથી લઈને અલગ-અલગ જગ્યાએ રંગોળી પણ બનાવી આપણે આપણા ઘરને સજાવીએ છીએ. એવામાં તમે પણ આ દિવાળીમાં તમારા ઘરને ડિફરન્ટ લુક આપી શકો છો.
કેટલાક લોકોને રંગોળી બનાવતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જોતાં આજે અમે તમારા માટે લાવ્યા છીએ રંગોળીની એવી ડિઝાઇન્સ, જેને તમે સરળતાથી તમારા ઘરે બનાવી શકો છો. તેને બનાવવામાં તમને કોઈ તકલીફ નહીં પડે.
ખૂણામાં બનાવો આવી રંગોળી
ઘણીવાર રંગોળી થોડી જ વારમાં ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિથી બચવા માટે ઘરના ખૂણામાં રંગોળી બનાવી શકાય છે. નાનકડા આકારની રંગોળી દેખાવમાં ખૂબજ સુંદર લાગે છે અને બનાવવામાં પણ સરળ રહે છે. આવી રંગોળી બનાવવા માટે તમારે બસ એક મોટું ગોળ બનાવી તેની આસપાસ નાનાં-નાનાં સર્કલ બનાવી ફૂલનો આકાર આપવાનો છે અને વચ્ચે પગ બનાવવાના છે.
ફર્શની બાજુમાં બનાવો આવી ડિઝાઇન
ફર્શની બાજુમાં તમે પાન અને વેલવાળી ડિઝાઇન પણ બનાવી શકો છો. આ માટે તમારે બસ એકની ઉપર એક ત્રણ રંગના ગોળા બનાવી તેમને પત્તીનો આકાર આપવાનો રહેશે. ત્યારબાદ તમે ઈચ્છો તો પેન્ટ બ્રશ કે કોઈ પાતળી વસ્તુઓની મદદથી ફિનિશિંગ કરી શકો છો.
બહુ સરળતાથી બની જાય છે રંગોળી
રંગોળીની કેટલીક ડિઝાઇન બનાવવી ખૂબજ સરળ હોય છે. તસવીરમાં દેખાતી ડિઝાઇન બનાવવી ખૂબજ સરળ છે. આ માટે તમારે માત્ર એક પાન અને બાજુમાં ફૂલ બનાવી કોઈ પાતળી વસ્તુથી લાઈન બનાવવાની છે.
બનાવો અલગ-અલગ રંગોનાં ફૂલ
રંગોળી બનાવવાની સૌથી સરળ એક આ રીત છે, જેમાં તમે અલગ-અલગ રંગનાં ફૂલ બનાવી તેની વચ્ચે કોઈ અલગ રંગનું નાનકડું સર્કલ બનાવી દો. તમે ઈચ્છો તો નાનાં-નાનાં સર્કલ જોડીને પણ એક સર્કલ બનાવી શકો છો. આ રંગોળી દેખાવમાં ખૂબજ સુંદર લાગે છે.
આશા છે કે, તમને આ રંગોળી બનાવવામાં પરેશાની નહીં થઈ હોય. જો તમે કોઈ બીજી રંગોળી બનાવવા ઈચ્છતા હોવ તો કમેન્ટ સેક્શનમાં સવાલ કરો.
જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર ચોક્કસથી કરો અને આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ હરજિન્દગી સાથે.