Sunday, 22 December, 2024

દિવાળીની હાર્દિક શુભકામનાઓ

241 Views
Share :
દિવાળીની હાર્દિક શુભકામનાઓ

દિવાળીની હાર્દિક શુભકામનાઓ

241 Views

દિવાળીને પ્રકાશના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી એ સૌથી મોટો અને મહત્વનો ભારતીય તહેવાર છે, જે વિશ્વભરમાં પણ ઉજવવામાં આવે છે.

દિવાળીના અવસર પર એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ વહેંચવામાં આવે છે. જો તમે મૂંઝવણમાં છો કે તમારે આ દિવાળીની કઈ પ્રકારની શુભેચ્છાઓ શેર કરવી જોઈએ તો આ લેખ તમારા માટે ખરેખર ઉપયોગી થશે. કારણ કે આ લેખમાં અમે GujjuPlanet તમારી સાથે Diwali Wishes શેર કરવા જઈ રહ્યા છીએ.

HAPPY DIWALI WISHES IN GUJARATI

દિવસો વીતી ગયા અને દિવાળીનો અવસર આવી ચૂક્યો છે
થયા સૌના હૈયા ખુશ અને ચોકમાં સાથીયા પૂરાય ચૂક્યા છે,
સળગ્યા દીવાઓ અને અંધારું અજવાળામાં ફેરવાય ગયું છે
અને દિવાળી નિમિતે તમને મારી શુભકામનાઓ તમારા સુધી આવી ગઈ છે

સાથિયા પુરાયા અને દીવા પ્રાગટ્યા છે
અવસર સૌથી શુભ ગણાતો આવી પહોંચ્યો છે
થઈ હતી વાત શુભેચ્છાઓ પાઠવવાની
ત્યાં અમારી શુભકામનાઓની લહેરખી પોહચી ગઈ છે
તમને દિવાળી નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

દીવાઓ  પ્રકાશતા જેમ અજવાળું થાય છે
એવી જ રીતે દુઃખનું મોજું પાછું વળીને
સુખની પ્રાપ્તિ થાય આ દિવાળી એ તમારા જીવનમાં
એવી જ શુભકામનાઓ તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

રંગોળીમાં ભાત થાય છે જેમ
એવી જ સુંદર ભાતો આપના જીવનમાં રચાય,
સૌ સાથે મળી ઉજવીયે તહેવાર આપણો
એને જ પરિવાર કહેવાય 
આપને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ
દિવાળીની હાર્દિક શુભકામનાઓ

ઝગમગ ઝગમગ દીવા લાગ્યા,
દિવાળી આવી, દિવાળી આવી,
દિવાળીના આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.
શુભ દિપાવલી

દિવાળી નાં દીવામાં છે આનંદ નો સાક્ષાત્કાર
વડીલોનો આધાર અને બધાનો પ્યાર.
સૌને દિવાળીની શુભકામનાઓ.

દિવાળીની હાર્દિક શુભકામનાઓ

કિંમતી ઘરેણાંથી અને કપડાથી નહિ
પણ પોતાના પરિવારના સાથથી તહેવાર ખાસ બને છે,
અને આવનારી બધી જ દિવાળીઓ આપનું પરિવાર
એક સાથે વિતાવે એવી શુભકામના પાઠવું છુ 

રંગ , ઉમંગ અને ઉત્સાહ આપવા આવે છે
દિવાળીનો તહેવાર સાચે જ બધાને એક સાથે રાખવા આવે છે
થાય મનોકામના પૂર્ણ તમારી
દિવાળીનો તહેવાર મનને આનંદ આપવા જ તો આવે છે
તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

દીવાઓ પ્રકાશિત રહે અને મન મેળાપ થાય
રહી ગઈ હોય કોઈ ગેરસમજ એ દૂર થાય,
આંગણે પહોંચ્યો છે ખુશીઓની લહેરઓ
ત્યાં પ્રાર્થના કરું તમારા મનની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય
આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ

મારી તો બસ એ જ છે દિવાળી
તું ત્યાં શુભ લખે અને
હું અહીંયા લખું લાભ.
———happy diwali———-

વડીલોના રહે આશીર્વાદ સદા
થાય ખુશીઓનો વરસાદ,
કરીએ નમન પ્રભુને
આપજો અમને પ્રતિસાદ,
વિતે શુભમય આપનું વર્ષ પ્રભુને પ્રાર્થના
એવા આપજો આશીર્વાદ 
આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

જીવનમાં અરણ્ય વાઘ જેમ નીડર રહો એવી… વાઘ બારસ ની શુભેચ્છા,
બારમાસી ના ફૂલોની જેમ ધન દોલતથી સદા ભરેલા રહે એવી… ધનતેરસ ની શુભેચ્છા,
કાળ પણ જેના પરિશ્રમ આગળ પાણી ભરે એવી… કાળી ચૌદશ ની શુભેચ્છા,
દિપો ની જેમ જીવન દીપી ઊઠે એવી… દિવાળીની શુભકામના
નૂતન વર્ષ હર્ષ ઉત્સાહથી ભરેલું રહે એવી નૂતન વર્ષા અભિનંદન.

દિવાળીના લાખો દિવડાઓ
તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *