ડોમિસાઈલ સર્ટીફીકેટ
By-Gujju08-01-2024
209 Views
ડોમિસાઈલ સર્ટીફીકેટ
By Gujju08-01-2024
209 Views
ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ.. પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ પંચનામું
- સોગંદનામું રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક) રેશનકાર્ડ
- જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
- છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
- ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
- ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા. તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
- સારી ચાલચલગત અંગેનો દાખલો.
- કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
- ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે. અમલીકરણ કચેરી
- સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચેરી
ઓનલાઈન અરજી કરવા માટે લિંક https://www.digitalgujarat.gov.in/Citizen/ServiceDescription.aspx ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s76.pdf