Wednesday, 24 July, 2024

ડો. બાબાસાહેબ આંબેડકર 

219 Views
Share :
ડો. બાબાસાહેબ આંબેડકર 

ડો. બાબાસાહેબ આંબેડકર 

219 Views

ભારત રત્ન એવા ડો. બાબાસાહેબ આંબેડકર જેની એક પંક્તિ આજે
વ્યક્તિ ને સરસ મજાની તાકાત અને જીવન જીવવાની પ્રેરણા આપેછે.

અમે છીએ દરિયો અમને અમારુ કૌશલ ખબર છે,
જે તરફ નીકળી જઇશું ત્યજ રસ્તો બનાવી લઈશું.

આ જ પંક્તિ ડો. આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા. જેમને પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું. ભારત માં એ સમયે 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેઓને આ સ્થિતિ માઠી મુક્ત કરવાનો ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના જીવનનો મુખ્ય મંત્ર હતો.

ડો . ભીમરાવ રામજી આંબેડકર (હુલામણું નામ બાબાસાહેબ ) નો જન્મ 14 મી મહુ, મધ્ય પ્રદેશ (તે સમય ના સેંટરલ પ્રોવિન્સ ) મુકામે, સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો તેમના પિતા શ્રી રામજી માંલોજી સકપાલ મૂળ મહરાષ્ટ્ર ના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વાતની હતા. તેથી બાબા સાહેબની શાળામાં અટક તેમના ગામના નામ પરથી આંબાવડેકર રાખવામા આવેલ હતી. પરંતુ તેમની શાળા માં એક સિક્ષક ને ભીમરાવ ખુબજ પ્રિય હતા તેને તેમની અટક આંબેડકર પરથી ભીમરાવ ની અટક માં સુધારો કરી આંબેડકર કરી.

આમ ડો. બાબા સાહેબ આંબેડકરે પોતાનું પ્રાથમિક સિક્ષણ માં અસ્પૃશ્યતા ત્યારબાદ તેમના પિતાને મૂંબઈમાં રહેવાનુ થતાં તેમણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ મૂંબઈમાં એલ્ફિંસ્ટન હાઇસ્કૂલમાં લીધું. સને 1907 માં તેઓએ મેટ્રિકની પદવી લીધી. ત્યારે તેમના પિતા તથા માતા ભીમાબાઈ એ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું. અને રામી નામની બાળા સાથે 16 વર્ષ ની ઉમરે લગ્ન થયા. ત્યાર બાદ પાછળ થી ભીમરાવે તેમના પત્નીનું નામ રમાબાઈ રાખ્યું.

ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી,અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ.૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું આ સમયે તા. 2 ફેબ્રુઆરી 1913 ના રોજ ભીમરાવ ના પિતા નું અવશાન થયું.

એક ગરીબ મહાર પરિવારમાં જન્‍મેલા ભીમરાવ રામજી આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્‍ચ નાગરિક પુરસ્‍કાર ભારત રત્‍નથી ૧૯૯૦માં નવાજવામા આવ્‍યા હતા. તેઓ શરૂઆતના ગણ્‍યાગાંઠ્‍યા દલીત પરિવાર માઠી સ્‍નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાષા, અર્થશાષા અને રાજનીતિશાષાના સંશોધન માટે કોલમ્‍બિયા યુનિવર્સિટિ અને લંડન સ્‍કુલ ઓફ ઇકોનોમિક્‍સ દ્વારા ડોક્‍ટરેટની પદવી (ડિગ્રી ) એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્‍યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્‍યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.

ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સને 1915 માં કોલંબિયા માથી સર્વોચ્‍ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્‍યશાળી બન્‍યા. આમ આંબેડકર હવે ડો. આંબેડકર બનીયા હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્‍લેન્‍ડ ગયા અને લંડન માં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ત્યાં તેમણે આર્થીક સક્ળામણ ને કારણે અભ્યાસ છોડી પાછા ભારત આવ્યા. ત્યથી આવ્યા બાદ તે પાછા વડોડરા માહારજા ગાયક્વાડ પાસે ગયા. અને વડોડરા રાજ્યના મિલીટરી સેક્રેટરી નોકરી કરી. 1918 માં તેમણે મુંબઈની સિડનહાંમ કોલેજમાં નોકરીકરી. આમ રૂપિયા ભેગા કરી ફરી પાછા ઈંગ્લેન્ડ ગયા ત્યાં તેઓએ કાયદા અને અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો. આજ સમયે રામબાઈના કૂખે 1920 માં યશવંત નામના દીકરાનો જન્મ થયો. અને 1923 માં તેણે બેરિસ્ટર ની પડાવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તે વધુ અભિયાસ કરવા જર્મન ગયા. ત્યથી પરત આવી 1928 માં મુંબઈ ની ગવર્મેન્ટ કોલેજ માં પ્રોફેસર તરીકે નોકરીમાં લાગ્યા. આજ વર્ષે 1928 માં મુંબઈ સરકારે તેને મુંબઈ ની કમિટીમાં નિમયા.

મુંબઈ પાછા ફર્ય બાદ ડો.આંબેડકરે વકીલાત શરૂ કરી ત્યાં તેમણે પોતાની ધાક જમાવી દીધી. 1930 માં તેઓ અછૂત ના પ્રતિનિધિ રૂપે લંડનમાં યોજાયેલ ગોળમેજ સામેલનમા ભાગ લીધો. જેમાં અછૂતો ની દશા વ્યક્ત કરી અને તેમણે સન્માન સાથે સ્થાન આપવા માંગ કરી. આમ તેઓએ ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચે લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉ. આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સધાય શકી નહિ. આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં તેઓએ ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ (ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સમાજીક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી ડૉ. આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતા. ડૉ. આંબેડકર તેઓ કડવું પણ ખરેખર સત્ય બોલતા. ડૉ. આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.

૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ ના રોજ બ્રિટીશ વડાપ્રધાને “કોમ્યુનલ એવોર્ડ” ની જાહેરાતકરી. એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. જે ડૉ. આંબેડકરની સફળતા હતી આ એવોર્ડ ના વિરોધમાં 20 મી સપ્ટેમ્બરે ગાંધીજી એ આમરણાંત ઉપવાસ કર્યાં. આથી આંબેડકર દેશમાં લોકો ની નજર માં આવ્યા. છેવટે 24 સપ્ટેમ્બર ના રોજ સમાધાન થયું. અને પૂના કરાર થયા. 26 મી સપ્ટેમ્બર ના રોજ ગાંધીજીના ઉપવાસ પૂરા થયા. 1 લી જૂન 1935 માં સરકારે તેમણે મુંબઈ ની લો કોલેજ પ્રિસિપલ તરીકે નિમણૂક કરી. આમ તેમની 1932થી 1935 વચ્ચે ગાંધીજી સાથે તેમજ 1939 માં નહેરુ સાથે પ્રથમ મુલાકાત થય. 1940 માં તેમનું’ પાકિસ્તાન પર વિચારો ‘ પુસ્તક પ્રકાસિત થયું. જુલાઇ 1941 માં ડો. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા.તેમજ 1942 માં અખિલ ભારતીય દલિત સમજે તેમની 50 મી વર્ષ ગાઠ ઉજવી. 1937 માં તેઓ ધારાસભા માં પણ છૂટના હતા.

૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા 9 ડિસેમ્બર ને 1946 માં બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ. છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા. ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું.આ સમયે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.

૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ.

માર્ચ ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક પરથી રાજ્ય સભાના સાંસદ તરીકે છૂટાઈ આવ્યા. અને રાજ્યસભા ના સાભયા બાનયા.

૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે તેઓને કોલમ્બિયા ઉનિવર્સિટી એ સર્વોચ એવિ ‘ડોક્ટર એટ લો’ની પડાવી આપી.

૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી. ત્યારબાદ તેઓની ખરાબ તબિયત ને કારણે ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.

અંતમાં ભારત રત્ન એવા ડો.ભીમરાવ (બાબા સાહેબ) રામજી આંબેડકર ને કોટિ કોટિ વંદન.. જય ભારત.. જય હિન્દ.. જય જય ગરવી ગુજરાત..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *