Sunday, 22 December, 2024

દ્રૌપદી અજ્ઞાતવાસમાં

373 Views
Share :
દ્રૌપદી અજ્ઞાતવાસમાં

દ્રૌપદી અજ્ઞાતવાસમાં

373 Views

{slide=Draupadi get ready for incognito}

After Yudhisthir and Bhim settled working with King Virata, Draupadi made her entry into the city of Virat. People were stunned by Draupadi’s beauty. Draupadi introduced herself to everyone as Sairandhri, a maid servant. Sudeshna, wife of King Virata, saw her and asked why she was roaming around. Draupadi gave her introduction and narrated her story. Draupadi told her that she knew the art of hair locking and she used to work for Draupadi(!). Queen Sudeshna, liked Sairandhri and decided to employ her.

Sudeshna was however little apprehensive about Sairandhri as she was too beautiful. Sudeshna feared that King Virata would like Sairandhri more than herself. To remove queen’s apprehensions, Draupadi (Sairandhri) told Sudeshna that she was married and her husband was protecting her at all the time. It was impossible for King Virata or any other male to entice and desire her. Sudeshna was satisfied with her reply so she appointed Sairandhri. Sairandhri took the job on a condition that she would never eat other’s food and would never wash other’s feet as a part of her job. Sudeshna agreed and Draupadi began living in Virat disguised as Sairandhri, a maid servant!
 

યુધિષ્ઠિર તથા ભીમસેન વિરાટરાજાને ત્યાં સુરક્ષિત રીતે ગોઠવાઈ ગયા પછી દ્રૌપદી એમનો આશ્રય શોધવા માટે તૈયાર થઈ.

સુમધુર સંમોહક સ્મિત અને શ્યામલ લોચનવાળી દ્રૌપદીએ પોતાના સુંદર, કાળા, પાતળા, મુલાયમ, લાંબા કેશને ભેગા કરીને ગૂંથી લીધા.

પછી તે સુંદર મુલાયમ કેશલટને જમણી બાજુને ઢાંકી દઈને, મલિન વસ્ત્રને ધારણ કરીને, સૈરંધ્રીનો વેશ પહેરીને, એણે અતિશય દુઃખી અને અનાથ સ્ત્રીની જેમ વિરાટનગરીમાં ફરવા માંડયું.

નગરવાસી સ્ત્રીઓ અને પુરુષો આમતેમ ભટકી રહેલી કૃષ્ણાની પાછળ દોડવા લાગ્યાં.

દ્રૌપદીએ તેમની જિજ્ઞાસાના જવાબમાં જણાવ્યું કે હું સૈરંધ્રી છું અને આજીવિકા માટે અહીં આવી છું.

એ દરમિયાન કેકયરાજની પુત્રી અને વિરાટરાજાની અતિ માનીતી રાણીએ મહેલમાંથી નગરમાર્ગ તરફ જોતાં એ દ્રુપદપુત્રીને અનાથ અને અસહાય અવસ્થામાં જોઈને પોતાની પાસે બોલાવી.

દ્રૌપદીએ એને પોતાના આગમનનું કારણ કહ્યું ત્યારે વિરાટરાજાની રાણી સુદેષ્ણાએ કહ્યું કે તારા જેવી રૂપાળી સ્ત્રીઓ દાસી હોય જ નહી. તે તો અનેક દાસદાસીઓને આજ્ઞા આપનારી હોય. તું કોણ છે ? યક્ષી છે ? દેવી છે ? ગંધર્વી છે ? અપ્સરા છે ? દેવકન્યા છે ? નાગકન્યા છે ? નગરદેવતા છે ? વિઘાધરી છે ? કિન્નરી છે ? સાક્ષાત્ રોહિણી છે ? તું ઈન્દ્રાણી છે કે વારુણી છે ? ત્વષ્ટાની, ધાતાની કે પ્રજાપતિની પત્ની છે ? દેવોમાં વિખ્યાત એવી દેવીઓમાંથી કોઈક દેવી છે ?

દ્રૌપદી બોલી કે હું દેવી નથી, ગંધર્વી નથી, આસુરી નથી, તેમ રાક્ષસી પણ નથી. હું તો દાસીપણું કરનારી સૈરંધ્રી છું. હે શુભા ! હું વાળના સુંદર અંબોડા ગૂંથું છું. અંગરાગ માટે ઉત્તમ ચંદનાદિને ઘસી જાણું છું. અને મલ્લિકા, ઉત્પલ, પદ્મ તેમજ ચંપકની જાતજાતની અતિ મનોહર માળાઓ પરોવું છું. પૂર્વે હું કૃષ્ણની પ્રિય પટરાણી સત્યભામાની તેમજ કુરુવંશી પાંડુપુત્રોની પરમ સુંદર પત્ની કૃષ્ણાની સેવામાં હતી. આમ હું વિવિધ સ્થાનોમાં ફરું છું અને સુંદર ભોજન પામું છું. મને જેવાં અને જેટલાં વસ્ત્રો મળે છે તેવાં અને તેટલાંથી હું આનંદ માનું છું. દેવી દ્રૌપદીએ પોતે જ મારું નામ માલિની પાડયું છે.

સુદેષ્ણાએ સંતોષ સાથે જણાવ્યું કે હું તને ખૂબ જ માનપૂર્વક રાખું, પણ ન કરે નારાયણ ને રાજા તારી કામના કરે અને સૌ કોઈ મનથી તારા ઉપર આસકત થઈ જાય તો ? મારા મંદિરમાં ને રાજદરબારમાં જે જે સ્ત્રીઓ છે તે સર્વ તને આસક્તિપૂર્વક જોયા કરે છે. તો પછી તું કયા પરપુરુષને મોહિત ના કરે ? વિરાટરાજા તારા અલૌકિક રૂપને નિહાળીને કદાચ મારો ત્યાગ કરી દે. તે તારા થઈ જાય. તું જે આસક્ત પુરુષ ઉપર દૃષ્ટિપાત કરશે તે કામાધીન થઈ જશે. જે તને સતત જોયા કરશે તે કામને વશ થઈ જશે.

દ્રૌપદી બોલી કે વિરાટરાજ કે બીજો કોઈપણ પુરુષ મને કદાપિ મેળવી શકે એમ નથી. યુવાન ગંધર્વપુત્ર મારા પતિ છે. મહાબળવાન ગંધર્વરાજના પુત્ર નિત્ય મારી રક્ષા કરે છે. વળી હું છંછેડી ના શકાય એવી છું. જે મને એઠું ના આપે તથા મારી પાસે પગ ધોવડાવે નહીં તેને ત્યાં વાસ કરવાથી મારા ગંધર્વપતિ પ્રસન્ન રહેશે. પરંતુ જે પુરુષ મને બીજી સાધારણ સ્ત્રીઓ જેવી માનીને મારી અભિલાષા કરશે તે પુરુષ તે જ રાતે મરણ પામશે. કોઈપણ પુરુષ મને મારી પવિત્રતામાંથી ડગાવી શકે એમ નથી.

સુદેષ્ણાએ કહ્યું કે હું તને તારી ઈચ્છા પ્રમાણે રાખીશ. તારે કોઈના પગનો કે ઉચ્છિષ્ટ ભોજનનો સ્પર્શ કરવાનો અવસર નહીં આવે.

વિરાટરાજની રાણીએ કૃષ્ણાને સાંત્વન આપ્યું એટલે તે પતિવ્રતા અને ધર્મપરાયણા સતી તે નગરમાં રહેવા લાગી. ત્યાં તેને કોઈપણ ઓળખી શક્યું નહીં.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *