Thursday, 14 November, 2024

દ્રૌપદીની રક્ષા

314 Views
Share :
દ્રૌપદીની રક્ષા

દ્રૌપદીની રક્ષા

314 Views

{slide=Draupadi saved}

News of Kichaka’s death reached all over the place. Kichaka’s brothers rushed to the spot. They saw Sairandhri nearby and inferred that she must be the reason for Kichaka’s death. They decided to set her on fire along with Kichaka and asked King Virata’s permission for the same. King Virata was frightened as refusing their proposal mean facing the wrath of mighty Kichakas so he consented. Draupadi had no way to escape. They grabbed her and tied her down along with Kichaka’s dead body and headed to crematorium. 

Bhima saw this developments  from distance. He realized that no matter what happen to his identity, he would have to fight with Kichaka brothers. Disguised as Gandharva, Sairandhri’s husband, he followed Kichaka brothers and attacked them. Bhim had no weapons so he uprooted a large tree and began fighting. One by one, Bhim killed all the brothers. When King Virata came to know about the death of one hundred and five brothers of Kichaka, he was frightened by Gandharva, Sairandhri’s husband, and feared his wrath. King Virata ordered queen Sudeshna to set Sairandhri free and give her complete independence. Since the period of incognito was not over yet, Sairandhri pleaded to let her stay in their kingdom for the remaining period. Her request was granted and she was saved.
 

ધર્મ સદા સફળ થાય છે અને અધર્મ અસફળ.

ધર્મનો જય થાય છે અને અધર્મનો પરાજય.

અધર્મપરાયણ માનવને અશાંતિનો અનુભવ કરવો પડે છે, અમંગલમાંથી અને આફતમાંથી પસાર થવું પડે છે, તો કેટલીક વાર સર્વનાશ તથા સાર્વત્રિક કે સામૂહિક સર્વનાશની ગર્તામાં પડવું પડે છે. ધર્મપરાયણ વ્યક્તિને આરંભમાં વિપત્તિ વેઠવી પડે તોપણ, એ વિપત્તિનો આખરે અંત આવે છે. છેવટે સુખશાંતિની સંપ્રાપ્તિ થાય છે. ધર્માચરણ અને ધર્મની નિષ્ઠા જ એની રક્ષા કરે છે.

દ્રૌપદીની તથા કીચકની કથા એ સાર-વાતનું સમર્થન કરે છે.

મહાભારતના વિરાટપર્વની કથા આગળ ચાલે છે. વિરાટપર્વના ર3માં અધ્યાયના આરંભમાં જ ઉલ્લેખ છે કે

तस्मिनकाले समागम्य सर्वे तत्रास्य बांधवाः ।
रुरुदः कीचकं दृष्टवा परिवार्य समंततः ॥

અર્થાત્ કીચકનો નાશ થયેલો જાણીને એના સઘળા ભાઇઓ ત્યાં ભેગા થઇ ગયા. કીચકને દેખીને તેના શરીરને ચારે તરફથી ઘેરી વળીને તે જોરશોરથી રડવા લાગ્યા.

જળમાંથી સ્થળમાં ખેંચી આણેલા કાચબાની જેમ તેનાં સર્વ અંગોને શરીરમાં સંકોચાઇ ગયેલાં જોઇને ત્રાસ પામી ગયા અને તેમના રુંવાડાં ઊભા થઇ ગયાં.

કીચકનો અગ્નિસંસ્કાર કરવાની ઇચ્છાથી તે સર્વબંધુઓ તેને બહાર લઇ જવાની તૈયારી કરવા લાગ્યા.

એટલામાં ત્યાં ભેગા મળેલા એ સુતપુત્રોએ દ્રૌપદીને નજીકમાં જ થાંભલાને અઢેલીને ઊભી રહેલી જોઇ. એટલે કીચકના એ નાના ભાઇઓ, ત્યાં ભેગા થયેલા સર્વ લોકોની સમક્ષ બોલી ઊઠ્યા કે એને જ કારણે કીચકનો નાશ થયો છે. એને મારશો નહીં, પણ કામી કીચકની સાથે બાળી મૂકો, કેમ કે મરણ પામેલા કીચકનું પણ પ્રિય કરવું જોઇએ.

તેમણે વિરાટરાજને કહ્યું કે આ સ્ત્રીને કારણે જ કીચક માર્યો ગયો છે. અમે એને કીચકની સાથે જ બાળી દેવા ઇચ્છીએ છીએ. માટે તમે અમને આજ્ઞા આપો.

સુતપુત્રોનાં પરાક્રમનો વિચાર કરીને વિરાટરાજે સૈરન્ધ્રીને સૂતપુત્ર કીચક સાથે બાળી મૂકવાની વાતને અનુમોદન આપ્યું એટલે કીચકોએ ગભરાઇ ગયેલી અને મૂંઝાઇ રહેલી દ્રૌપદી પાસે પહોંચીને તેને જોરથી પકડી લીધી. પછી તે સૌએ એને ઠાઠડી ઉપર નાંખીને સારી પેઠે બાંધી દીધી અને તેને ઉપાડીને સ્મશાન તરફ ચાલવા માંડયું. આમ સૂતપુત્રો પવિત્ર અને પતિવ્રતા દ્રૌપદીને લઇ જવા લાગ્યા ત્યારે તે દ્રૌપદી પોતાના નાથને મેળવવાની ઇચ્છાથી મોટે સાદે રડવા લાગી.

દ્રૌપદીના દીન વિલાપ વચનો સાંભળતાં વાર જ ભીમસેન વિચાર કરવા થોભ્યા વિના એકદમ પથારીમાંથી ઊભો થયો અને તેના તરફ દોડવા લાગ્યો.

એણે ગંધર્વનો વેશ ધારણ કરેલો.

ભીમ કિલ્લાને કૂદી ગયો, નગરની બહાર નીકળ્યો, અને સૂતપુત્રોની આગળ જઇને ઊભો રહ્યો.

તે ચિતાની પાસે ગયો તો તેણે ત્યાં એક વૃક્ષને જોયું. તે તાડ જેવું ઊંચું હતું. તેની ડાળીઓ મોટી હતી. અને તે માથેથી સુકાયેલું. ભીમસેને તે વૃક્ષને હાથીની પેઠે બાથમાં લઇને પોતાના ખભે ચઢાવી દીધું. તે વૃક્ષને ઊંચકીને બળવાન ભીમે સૂતપુત્રો સામે હાથમાં દંડને ધારણ કરીને જેમ યમરાજ દોડે તેમ જોરથી ધસારો કર્યો. તે વખતે તેની સાથળોના વેગથી વડ, પીપળો અને ખાખરાનાં કેટલાય વૃક્ષો જમીન ઉપર પડીને લાંબા થઇ ગયાં. સિંહની જેમ ક્રોધપૂર્વક આવી રહેલા ભીમસેનને જોઇને તે સૂતપુત્રો એને ગંધર્વ માની ગભરાઇ ગયા અને ખેદ તથા ભયને લીધે કંપવા લાગ્યા.

દ્રૌપદીને મૂકીને બધા નગર તરફ દોડી જવા લાગ્યા.

તેમને નાસી જતા જોઇને વાયુનંદન બળવાન ભીમે, જેમ ઇન્દ્રે દાનવોને યમનું દ્વાર દેખાડી દીધું હતું તેમ, તે એક વૃક્ષથી એ એકસો પાંચ કીચકોને યમલોકના યાત્રી કરી દીધા. પછી કૃષ્ણાને બંધનમુક્ત કરીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તને નિર્દોષને સતાવે છે તે આમ મરણ પામે છે. તું હવે નગરમાં જા. તારે કશો પણ ભય નથી. હું પણ બીજે રસ્તેથી વિરાટરાજની પાકશાળામાં પહોંચી જઉં છું.

ભીમસેને મારી નાખેલા તે એકસોને પાંચ કીચકો કાપી નાખેલા વૃક્ષોવાળા મહાવનની જેમ ત્યાં જમીન ઉપર ઢળી પડ્યા એ પહેલાં તેણે પેલા સેનાપતિ કીચકને તો માર્યો જ હતો એટલે બધા મળીને એકસો ને છ કીચકો તેને હાથે મૃત્યુ પામ્યા.

એ મહાન આશ્ચર્યને જોઇને ત્યાં એકઠા થયેલાં સ્ત્રીપુરુષો પરમ વિસ્મય પામ્યાં અને ભયને લીધે એક શબ્દ પણ ના બોલી શક્યાં.

સૂતપુત્રોનો નાશ થયેલો જોઇને તે લોકોએ વિરાટરાજને ખબર આપી કે ગંધર્વોએ મહાબળવાન સૂતપુત્રોને મારી નાખ્યા છે, વળી સૈરન્ધ્રી છૂટી થઇ છે અને પાછી તમારા ભવનમાં આવી રહી છે; આથી તમારું સમસ્ત નગર ભયમાં આવી પડશે. સૈરન્ધ્રી અતીવ રૂપવતી છે અને ગંધર્વો અતીવ બળવાન. વળી પુરુષોને સ્ત્રીસંગ વિશે પ્રીતિ હોય છે. તેથી તમે તત્કાળ એવો ઉપાય કરો કે જેથી સૈરન્ધ્રીના દોષથી નગરનો વિનાશ થાય નહીં.

વિરાટરાજાએ પહેલાં તો સૂતપુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા કરવાનું કહ્યું.

પછી ભયભીત થયેલા રાજાએ પોતાની પટરાણી સુદેષ્ણાને કહ્યું કે સૈરન્ધ્રી ઘેર આવે એટલે તું તેને કહેજે કે તું તારી ઇચ્છા પ્રમાણે ગમે ત્યાં જઇ શકે છે. રાજા ગંધર્વોથી ડરે છે. ગંધર્વો તારી રક્ષા કરે છે. એવી વાત કહેવાને રાજા હિંમત કરતા નથી પણ સ્ત્રીઓ તને કહે તેમાં દોષ નથી. આથી હું તને એમનો સંદેશો સંભળાવું છું.

દ્રૌપદી રાજભવનમાં પ્રવેશી એટલે રાણી સુદેષ્ણાએ રાજાનો સંદેશો સંભળાવ્યો.

સૈરન્ધ્રી બોલી કે વિરાટનરેશ મને કૃપા કરીને માત્ર તેર જ દિવસ રહેવા દો. તેટલા સમયમાં ગંધર્વો કૃતાર્થ થઇને મને લઇ જશે અને તમારું પ્રિય કરશે. વિરાટરાજનું અને તેમના પરિવારનું કલ્યાણ કરશે.

રાણી સુદેષ્ણાએ એની માગણીને માન્ય રાખી.

વિરાટરાજે એને અનુમોદન આપ્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *