Saturday, 27 July, 2024

દૂધી ની બરફી બનાવવાની Recipes

139 Views
Share :
દૂધી ની બરફી બનાવવાની Recipes

દૂધી ની બરફી બનાવવાની Recipes

139 Views

આપણે દૂધી ની બરફી બનાવવાની રીત – Dudhi ni barfi banavani rit શીખીશું, તહેવારો આવી રહ્યા છે તો ઘણા ઘરો માં રોજે નવી નવી મીઠાઈઓ બનતી હોય છે ત્યારે રોજ રોજ કઈ. મીઠાઈ બનાવવી એ મુઝવણ થતી હોય તો બનાવવામાં સરળ અને સસ્તી પડે એવી મીઠાઈ આજ આપણે બનાવશું. તો ચાલો દૂધી ની બરફી બનાવવાની રીત શીખીએ

દૂધી ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી ½ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • ખાંડ ½ કપ
  • મિલ્ક પાઉડર ¾ કપ
  • સુકું નારિયળ છીણેલું ¾ કપ
  • કાચી દૂધી 1 થી સવા કિલો
  • એલચી પાઉડર ½ ચમચી
  • કાજુ ની કતરણ 4 -5 ચમચી
  •  બદામ ની કતરણ 4-5 ચમચી
  •  પિસ્તા ની કતરણ  3-4 ચમચી

દૂધી ની બરફી બનાવવાની રીત

દૂધી ની બરફી બનાવવા માટે સૌ પ્રથમ દૂધી ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરીથી ધોઇ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ બે કે ચાર સરખા ભાગ માં કાપી વચ્ચે થી બીજ કાઢી ને અલગ કરી લ્યો અને મિડીયમ સાઇઝ ના કાણા વાળી છીણી થી છીણી લ્યો અને ઝીણી ગરણી કે પાતળા કપડા માં નાખી ને દબાવી ને એનું પાણી થોડું નીચોવી નાખવું.

હવે ગેસ પર કડાઈ માં છીણેલી દૂધી નાખી ને ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ શેકી એનું પાણી બાડી નાખો ત્યાર બાદ એમાં પા કપ ઘી નાખી ને મિક્સ કરી ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો.પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ને મિક્સ કરી લ્યો.

દૂધ અને દૂધની ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી ને ફરી દૂધ બળી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો દૂધી માંથી ઘી અલગ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી ફરી થી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવો ત્યાર બાદ ઢાંકણ ખોલી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઘી અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

બરફી માંથી ઘી અલગ થાય એટલે એમાં સૂકા નારિયળ નું છીણ, કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા ના કટકા નાખી ને મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી ને મિક્સ કરી ને ઘટ્ટ થાય અથવા કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો.

ઘી થી ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ અથવા ચાંદી ની વરખ થી ગાર્નિશ કરી લ્યો અને બરફી ને ઠંડી થવા દયો. બરફી ઠંડી થાય એટલે મનગમતા આકાર ના કટકા કરો લ્યો. અથવા ફ્રીઝ માં બે કલાક મૂકી સેટ કરી લ્યો ત્યાર બાદ એના પીસ કરી લ્યો. તો તૈયાર છે દૂધી ની બરફી.

Dudhi ni Barfi Recipe notes

  • અહી તમે ઘરે બનાવેલ માવો અથવા બજાર માંથી લાવેલ માવો પણ નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો.
  • ખાંડ કે ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • જો છીણેલો ગોળ નાખો તો દૂધ ના નાખવું અથવા તો દૂધ બરોબર બરી જાય ત્યાં સુંધી ચડાવી લીધા બાદ જ છીણેલો ગોળ નાખવો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *