Dungara Durthi Radhiyala Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dungara Durthi Radhiyala Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
હો …ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
અરે નવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડા
હો જીવને મારા હવે તો જપ ના પડે
અને બીજા હારે જોઈ આંખ રે રડે
અરે પેલા લાગે હારા પછી નીકળે દગાળા
હો …ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
હો હાથે કરીને મારી જિંદગી બગાડી
તારી હારે રેવાની મે આઘત પાડી
હો …દુઃખનો છે દાડો અને રાતો છે અંધારી
મારા રે પ્રેમમાં હવે ફરી ગઈ પથારી
હો પેલા પેલા મને એ બઉ રે હાચવતી
હવે મને જરાયે એ નથી રે ધરાવતી
અરે મીઠું મીઠું બોલે પણ મનના હોઈ મેલા
હો …ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
હો વાલો વાલો કરી અને કર્યો રે દવાલો
મારી જિંદગીનો એને કર્યો રે ભવાડો
હો …ભરોશો નોતો કરવા જેવો મારે એનો
હવે હું તો થઇ ગયો હાવ રે નોધારો
હો જીવન મારૂં હોપી દીધુંથું એના હાથમાં
એની રે યાદોમાં આજ બળે મારો આત્મા
અરે જીગો જીગો કરી મને ફસાયો એના પ્રેમમાં
હો …ડુંગરાતો દુરથી લાગે રે રઢિયાળા
એ નવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડા