Monday, 9 December, 2024

ડુંગળીના ભજીયા બનાવવાની Recipe

412 Views
Share :
ડુંગળીના ભજીયા બનાવવાની Recipe

ડુંગળીના ભજીયા બનાવવાની Recipe

412 Views

ડુંગળીના ભજીયા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • પ થી ૬ મીડિયમ સાઇઝની ડુંગરી
  •  ૩ થી ૪ લીલા મરચા
  • લીલા ધાણા
  • ૧ નાનો ટુકડો આદુ
  • અડધી ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો
  • ૧ ચમચી ધાણાજીરૂ નો ભૂકો ચપટી હિંગ
  • પા કપ ચોખાનો લોટ
  • અડધો કપ બેસન
  • 1 ચમચી અજમો

ડુંગળીના ભજીયા ની રેસીપી

ડુંગળીના ભજીયા – Dungri na bhajiya બનાવવા સૌપ્રથમ ડુંગરી ના ફોતરા ઉતારી તેને અડધો ભાગ કરી પાતળી પાતળી લાંબી ચીર માં કાપી લો તેવી જ રીતે લીલા મરચા અને ધાણા પણ સુધારી લ્યો હવે એક વાસણમાં સુધારેલી ડુંગરી લઈ તેના પર સ્વાદ મુજબ મીઠું લગાડી હાથ વડે મસળી દસ થી પંદર મિનિટ સાઇડ પર મૂકી દો

દસથી પંદર મિનિટ થઈ ગયા બાદ ડુંગળીમાં લીલા મરચા ધાણા આદુ હળદર લાલ મરચાંનો ભૂકો ધાણા જીરા નો ભૂકો અજમો તથા હીંગ નાખી એક વખત બરોબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ચણાનો લોટ ચોખાનો લોટ નાખી આ મિશ્રણને બરોબર હાથવાળી મિક્સ કરી લો ઉપરથી પાણી નાખવાની જરૂર નથી કેમ કે ડુંગળીમાં મીઠું નાખી અને રાખવાથી ડુંગળીનું પોતાનું પાણી છૂટું થાય છે

તેમજ બેસન અને ચોખાનો લોટ મિક્સ થઈ જશે હવે ગેસ પર તળવા માટે તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા નાની નાની સાઇઝમાં હાથ થી તેલમાં નાખો અને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો તો તૈયાર છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *