Duniya Dagabazi Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Duniya Dagabazi Lyrics in Gujarati
By Gujju26-05-2023
દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીયે
થાય સૌના ખોટે રાજી રે વિશ્વાસ કોનો કરીયે
સૌની વાતે હાજી હાજી રે વિશ્વાસ કોનો કરીયે
દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીયે
પેલા તો પોતાના સમજે પછી સમજે કોક ભાઈ
પેલા તો પોતાના સમજે પછી સમજે કોક ભાઈ
મારૂં તારૂં કરવાવાળા
મારૂં તારૂં કરવાવાળા
સ્વાર્થી સૌ લોક વિશ્વાસ કોનો કરીયે
દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીયે
વિશ્વાસ કોનો કરીયે
મોઢે તો મીઠું રે બોલે પાછળ વાઢે પગ ભાઈ
મોઢે તો મીઠું રે બોલે પાછળ વાઢે પગ ભાઈ
સારૂ સારૂ બોલી એતો
સારૂ સારૂ બોલી એતો
લૂંટે આખું જગ વિશ્વાસ કોનો કરીયે
દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીયે
વિશ્વાસ કોનો કરીયે
સારૂ કોઈ નું સુજે નઇ ને ખોટે આગળ થાય ભાઈ
સારૂ કોઈ નું સુજે નઇ ને ખોટે આગળ થાય ભાઈ
મનુ રબારી કે આવા
મનુ રબારી કે આવા
આવા નક્કી નરકે જાય વિશ્વાસ કોનો કરીયે
દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીયે
વિશ્વાસ કોનો કરીયે