Monday, 18 November, 2024

Dussehra 2023 Date: આ વર્ષે ક્યારે છે દશેરા?

251 Views
Share :
Dussehra 2023 Date: આ વર્ષે ક્યારે છે દશેરા?

Dussehra 2023 Date: આ વર્ષે ક્યારે છે દશેરા?

251 Views

આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબર 2023થી થઈ રહી છે. શારદીય નવરાત્રીના નવ દિવસ પછી દશેરાનો તહેવાર દશમી તિથિએ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ તહેવાર આશો મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનું વિશેષ મહત્વ હોય છે. સમગ્ર ભારતમાં આ પર્વને ખૂબ જ ધામ ધૂમથી મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પ્રભુ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કરી માતા સીતાને તેના ચંગુલમાંથી આઝાદ કર્યા હતા. ત્યારથી દર વર્ષે દશેરા એટલે કે વિજયાદશમીના દિવસે લોકો રાવણના પુતળાનું દહન કરીને અનિષ્ટ પર અચ્છાઈની જીતનો પર્વ મનાવે છે.

દશેરા 2023 ક્યારે છે?

પંચાંગના અનુસાર આશ્વિન માસના શુક્લ પક્ષની દશમી તિથિની શરુઆત 23 ઓક્ટોબરે સાંજે 5.44 વાગ્યાથી થશે. આગલા દિવસે તેના સમાપન 24 ઓક્ટોબરે બપોરે 3.14 વાગ્યે થશે. ઉદયા તિથિ 24 ઓક્ટોબરે પ્રાપ્ત થઈ રહી છે, માટે દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે.

શુભ મુહૂર્ત

  • અભિજીત મુહૂર્ત: સવારે 11:42થી 12:27 સુધી.
  • વિજયાદશમી પૂજા માટે શુભ સમય: મંગળવાર, 24 ઓક્ટોબર, 2023, બપોરે 02:05થી 02:51 સુધી.
  • બપોરે પૂજાનો સમય: મંગળવાર, 24 ઓક્ટોબર, 2023 બપોરે 01:19 થી 03:37 સુધી.

કેમ મનાવવામાં આવે છે દશેરા?

હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને દુષ્ટતાનો અંત કર્યો હતો. બીજી માન્યતા અનુસાર આ દિવસે માતા દુર્ગાએ 9 દિવસના યુદ્ધ બાદ મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

દશેરાની પૂજા વિધિ અને મહત્વ

વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે સવારે ઝડપથી સ્નાન કરીને સાફ કપડા પહેરો.
આ પછી ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીની પૂજા કરો.
આ દિવસે ગાયના છાણમાંથી 10 ગોળા બનાવવામાં આવે છે અને આ ગોળા પર જવના બીજ લગાવવામાં આવે છે.
ત્યાર પછી ધૂપ અને દીપ પ્રગટાવીને ભગવાનની પૂજા કરો અને આ ગોળાને બાળો.
એવું માનવામા આવે છે કે રાવણના 10 માથાની જેમ આ ગોળો અહંકાર, લોભ અને લાલચનું પ્રતીક છે.
પોતાના અંદરથી આ દુષણોને ખતમ કરવાની ભાવના સાથે આ ગોળો સળગાવવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *