Sunday, 22 December, 2024

દશેરા પર્વનું મહત્વ જાણો

178 Views
Share :
dussehra

દશેરા પર્વનું મહત્વ જાણો

178 Views

દેશભરમાં આજે દશેરાની ધૂમ છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામે દશમીના દિવસે અધર્મી રાવણને હણ્યો હતો. એટલું જ નહીં આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવોને મુક્ત કર્યા હતાં. નવરાત્રિના નવ દિવસ બાદ 10મો દિવસ નવ શક્તિઓના વિજયના ઉત્સવ તરીકે વિજયા દશમી રૂપે ઉજવાય છે. 

દશેરાનું મહત્વ
દશેરાનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આ તહેવાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આ પર્વ બુરાઈ પર અચ્છાઈનું પ્રતિક છે. આ તહેવાર ભગવાન શ્રી રામની કહાની તો વર્ણવે જ છે જેમણે લંકામાં સતત 9 દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી અહંકારી રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેમની કેદથી મુક્ત કર્યા હતાં. 

આ બાજુ આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો પણ સંહાર કર્યો હતો. આથી આ પર્વને વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે અને માતા દુર્ગાની પૂજા કરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા કરીને શક્તિનું આહ્વાન કર્યું હતું. ભગવાન શ્રી રામની પરીક્ષા લેતા પૂજામાં રાખવામાં આવેલા કમળના ફૂલોમાંથી એક ફૂલ ગાયબ કરી દેવાયું હતું. જેથી કરીને શ્રી રામને રાજીવનયન એટલેકે કમળના નેત્રોવાળા કહેવાતા હતાં. આથી તેમણે પોતાનું એક નેત્ર માતાને અર્પણ કરવાનો નિર્ણય લીધો. જેવા તેઓ પોતાના નેત્ર કાઢવા લાગ્યાં કે દેવી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને વિજયી ભવના આશીર્વાદ આપ્યાં. 

કહેવાય છે કે ત્યારબાદ દશમીના દિવસે પ્રભુ શ્રીરામે  રાવણનો વધ કર્યો. ભગવાન રામની રાવણ પર અને માતા દુર્ગાની મહિષાસુર પર જીતના આ તહેવારની બુરાઈ પર અચ્છાઈની અને અધર્મ પર ધર્મની જીત તરીકે દેશભરમાં ઉજવણી થાય છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *