Dwaika No Nath Aevo Gediya No Raja Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dwaika No Nath Aevo Gediya No Raja Lyrics in Gujarati
By Gujju01-06-2023
હા ગેડીયાનો રાજા કેવાણો દેવ મારો દ્વારિકાનો નાથ છે
કાનુડો કાળવો કેવાણો દેવ મારો દ્વારિકાનો નાથ છે
હે મારો રાજા રણછોડ છે
ઉંચા મંદિર એવા ઉંચા એના કાંગરા
હે ઉંચી એની મેડીયું ને ઉંચા એના માળીયા
માથે ધોળી ધજાયું વાળો દેવ મારો દ્વારિકાનો નાથ છે
ધોળી ધજાયું વાળો દેવ મારો દ્વારિકાનો નાથ છે
ગેડીયાનો રાજા કેવાણો ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
હે ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
હે મથુરાનો મહારાજ ગોકુલનો ગોવાળિયો
હે ગાયુ ભેળી ચારતો મારો ગાયુનો ગોવાળિયો
કાનુડો કાળીયો કેવાણો ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
કાનુડો કાળીયો કેવાણો ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
ગેડીયાનો રાજા કેવાણો ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
હે ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
હે ગોકુલ જેવો ગોંદરોને ધીંગી ધણહેર છે
હે કવિ કેદાન કહે હવે લીલાલહેર છે
ઠાકર ધણી મેં તને ધર્યો ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
ઠાકર ધણી મેં તુને ધર્યો ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
ગેડીયાનો રાજા કેવાણો ઈ દેવ મારો દ્વારિકાનો નાથ છે
હો … મારો દ્વારિકાનો નાથ છે
હે દ્વારિકાનો નાથ છે
હે દ્વારિકાનો નાથ છે