Friday, 5 December, 2025

Dwarka Lyrics in Gujarati

298 Views
Share :
Dwarka Lyrics in Gujarati

Dwarka Lyrics in Gujarati

298 Views

ચિત્ત ચડ્યું ચકડોળે આઠમની રાતમાં
મન મારૂં દોડી દોડીને જાય દ્વારકા
મારા શામળા ,મારા વાલમા
મારા શામળા ,મારા વાલમા

જીણી જીણી ખાપુંના ગુંથાવુ તારા વાઘા
જીણી જીણી ખાપુંના ગુંથાવુ તારા વાઘા
એના કાપડ મંગાવું હું તો રૂડી રાતનપોળના
હીરની દોરીએ હિચોવું વાલા તને હીંચકા
હીરની દોરીએ હિચોવું વાલા તને હીંચકા
તારો બર્થડે સેલિબ્રેટ કરવા આવું હું તો દ્વારકા
જીણી જીણી ખાપુંના ગુંથાવુ તારા વાઘા

નસીબદાર કેવા હશે આઠમના પંચાગીયા
બધાય ગ્રહ મજબૂત મારા ઠાકરની કુંડળીમાં
ભલે જનમ્યો કાનો મારો મથુરાની જેલમાં
તોય કેવાણો મથુરા રજવાડાનો રાજા
લીલા તોરણ બન્ધાય આજ દ્વારકા પાદરમાં
ઝરમર ઝરમર વરસે શ્રાવણીયો તને વિસ કરવા
તને બર્થડે વિસ કરવા કાના આવું હું તો દ્વારકા
જીણી જીણી ખાપુંના ગુંથાવુ તારા વાઘા

ઉંચી શેરીએ દેવળ તારા વાયરે વાતું કરતા
મન મેલી મેરામણ નાચે ગોમતીના ઘટમાં
ફૂલ પાંદડીયે ઝગમગે આજ દ્વારકાની શેરીયુ
રમતે ચડી સૌના હૈયે હરખની હેલીયું
હાઇવે ઉપર ચક્કાજામ ગાડિયુંના કાફલા
જોયા જેવા લાગે આજ આઠમના નજારા
બર્થડે પાર્ટીમાં કાના  હું તોઆવું દ્વારકા
જીણી જીણી ખાપુંના ગુંથાવુ તારા વાઘા
એના કાપડ મંગાવું હું તો રૂડી રાતનપોળના

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *