Sunday, 22 December, 2024

Dwarka Ucho Darbar Lyrics in Gujarati

242 Views
Share :
Dwarka Ucho Darbar Lyrics in Gujarati

Dwarka Ucho Darbar Lyrics in Gujarati

242 Views

હો ઓરે માધા ઓરે કાન્હા દુવારકાના નાથ
ધોળી રે ધજાયું વાળા નાથ નો રે નાથ
ઓરે કાન્હા ઓરે માધા નાથ નો રે નાથ
ધોળી રે ધજાયું વાળા દુવારકાના નાથ

દ્વારિકા તારૂ ભલે દૂર રે પડે
તોયે મને આવાની જરૂર પડે
એ શેઠ નો રે શેઠ ક્યાં અમને મળે

હે હે દ્વારકા હા દ્વારકા
હે દ્વારકા ઊંચો છે દરબાર
બેઠો મારો શામળિયો સરકાર

હે દ્વારકા મોટો છે  દરબાર
બેઠો મારો શામળશા  સરકાર

હો હૈયે ને હોઠે જેના ઠાકર રમે
રખોપા એના મારો વાલો રે કરે
એ સ્વર્ગ નું રે સુખ ક્યાં અમને મળે

હે હે દ્વારકા હા દ્વારકા
એ દ્વારકા હોને મઢેલો દરબાર
બેઠો મારો શામળિયો સરકાર
એ દ્વારકા મોટો છે દરબાર
બેઠો મારો રાજા રે ધિરાજ

હો હાચા મન થી જપે જે કાળિયા ઠાકર ના જાપ
શેઠ મળે આયી આપો આપ

હો દરિયા કોઠે દેવળ તારા
મોહન મારા મોરલી વાળા
વાલો તને ગોમતી ઘાટ

હો અખંડ વાલા તારા દિવા રે બળે
એના અજવાળા નવ ખંડ માં પડે
હો આભ સરીખી ધજા તારી ફરકે

હે હે દ્વારકા હા દ્વારકા
એ દ્વારકા ઊંચો છે દરબાર
બેઠી મારી ગરીબની સરકાર
એ દ્વારકા મોટો સે દરબાર
નમે ત્યાં પાઘડીઓ રે હજાર

હો નાત છે રે મારી ભોળી
વિનવું તને હાથ જોડી
ખરા ટાણે આવજે માધા દોડી

હો માધા મારા મન ની વાણી
લેજે રે ઠાકર જાણી
દયા કરી દેજે રે થોડી

હો જેના પર વાલો મીઠી નજરૂ કરે
જગ માં કદી પોની એની પાછી ના પડે
ભલે લાખો વેરી તોયે જીત રે મળે

હે હે દ્વારકા હા દ્વારકા
એ દ્વારકા સોને મઢેલો દરબાર

બેઠો મારો શામિળયો સરકાર
એ દ્વારકા મોટો છે દરબાર
બેઠો મારો રાજા રે ધિરાજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *