Tuesday, 25 March, 2025

Dwrkavala O Kana Mara Lyrics in Gujarati

185 Views
Share :
Dwrkavala O Kana Mara Lyrics in Gujarati

Dwrkavala O Kana Mara Lyrics in Gujarati

185 Views

હે હે દ્વારકાવાળા
હે હે શોમળિયા મારા

હે હે ચારે કોર દરિયો વચમાં બેટ
સોનાની નગરી શોમળશા શેઠ
હે મોજે ચઢે દરિયો પખારે તારા પગ
દ્વારકામાં રચ્યું શોમાળીયે સ્વર્ગ

હે અજબ ઝરૂખાને ગઝબની બારીઓ
સ્વર્ગ જેવી લાગે દ્વારકા ની શેરીઓ
હે અજબ ઝરૂખાને ગઝબની બારીઓ
સ્વર્ગ જેવી લાગે દ્વારકાની શેરીઓ

હે હે હાઈ ફાઈ હવેલી કરજે ગોમતી ઘાટ
વાદળ પણ વાતો કરે ઠાકર વાળા ઠાઠ
વાદળ પણ વાતો કરે ઠાકર વાળા ઠાઠ

હો દરિયાદિલનું દે આશિષ દ્વારિકાનો નાથ
ગોમતી ઘાટે સ્નાન કરો ધોવાઈ જાય પાપ
હો પવન થયેલા પગથિયે ચઢનારા
ગંગાજી પણ શીશ નમાવે જય હો ઠાકરવાળા

હો પીળા પિતાંબર કેસરિયા વાઘા
વારી વારી જાઉં તને હું તો મારા માધા
હો પીળા પિતાંબર કેસરિયા વાઘા
વારી વારી જાઉં તને હું તો મારા માધા

હે હે સોનાના સિંહાસને શોભે સિરતાજ
રાજ કરે રજવાડે રાજાધિરાજ
હા રાજ કરે રજવાડે રાજાધિરાજ

હો હો માધવ મનોહર એનું મુખ મલકાય
દ્વારિકાના દેવની તો વાત જ ના થાય
હે હે લઇ જાઉં હવેલી એ એકાણું શામણું
દ્વારિકાના જોયું હોય તો જીવન શું કામનું

હો અમ્રત વાયડ કે ઠાકર અરજી એક મારી
સૌની સાથે રેજે માધા બની તારણહારી
અમ્રત વાયડ કે ઠાકર અરજી એક મારી
સૌની સાથે રેજે માધા બની તારણહારી

હે હે ચારે કોર દરિયો વચમાં બેટ
સોના ની નગરી શોમળશા શેઠ
હે મોજે ચઢે દરિયો પખારે તારા પગ
દ્વારકામાં રચ્યું શોમાળીયે સ્વર્ગ
હા રાજ કરે રજવાડે રાજાધિરાજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *