Thursday, 5 December, 2024

ઇદ આજે કે કાલે? જાણો ગુજરાતમાં ક્યારે થશે ઉજવણી?

331 Views
Share :
Eid

ઇદ આજે કે કાલે? જાણો ગુજરાતમાં ક્યારે થશે ઉજવણી?

331 Views

ભારતમાં 11 એપ્રિલ 2024ના રોજ એટલે કે આવતા ગુરુવારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવશે. દુનિયાભરમાં ઈદની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારતમાં, રમઝાનનો 30મો અને છેલ્લો ઉપવાસ શવ્વાલ મહિનાની શરૂઆતના એક દિવસ પહેલા 11 એપ્રિલે રાખવામાં આવશે.

દિલ્હીની જામા મસ્જિદ અને ફતેહપુરી મસ્જિદના ઈમામે મંગળવારે (9 એપ્રિલ) કહ્યું કે આજે શવ્વાલનો ચાંદ દેખાયો નથી. તેમણે જાહેરાત કરી હતી કે ગુરુવારે ભારતમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. જો કે, દેશના કેટલાક રાજ્યોમાં તે ગુરુવારે નહીં, પરંતુ 10 એપ્રિલ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે.

આવતીકાલે સવારે ઈદની નમાઝ અદા થશે

જમ્મુ-કાશ્મીરમાં પણ આવતીકાલે ઈદની ઉજવણી કરવામાં આવશે. કાશ્મીરના ગ્રાન્ડ મુફ્તી નસીર-ઉલ-ઈસ્લામે જાહેરાત કરી કે અહીં પણ શવ્વાલનો ચાંદ જોવા મળ્યો છે. લદ્દાખમાં જમિયત ઉલ ઉલમા ઈસ્ના અશરિયા (કારગિલ) એ પણ 10 એપ્રિલે ઈદ મનાવવાની જાહેરાત કરી છે. હુજતાઉલ ઈસ્લામ આગા શેખ રઝા રિઝવાની અને હલાલ કમિટીના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે 9 એપ્રિલે ઘણી જગ્યાએ ઈદનો ચાંદ જોવા મળશે. આના આધારે તેમણે 10મી એપ્રિલે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવાની જાહેરાત કરી હતી. લદ્દાખમાં બુધવારે સવારે 10 વાગ્યે ઈદની નમાજ અદા કરવામાં આવશે.

ભારતના અન્ય ભાગોમાં 11 એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવશે

લખનૌની મરકાજી ચાંદ કમિટીએ જણાવ્યું કે મંગળવારે (9 એપ્રિલ) ઈદનો ચાંદ દેખાતો નહોતો. મુસ્લિમ ધર્મગુરુ ઈદગાહ ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ જાહેરાત કરી હતી કે આજે ચાંદ ન દેખાતાં ઈદ હવે 11 એપ્રિલે મનાવવામાં આવશે.

ઈદ ઉલ ફિત્રને લઈને ભારતના તમામ બજારોમાં ઉત્સાહ છે. મુસ્લિમ સમુદાયના લોકો કપડાથી લઈને બાળકો માટે ગિફ્ટ્સ સુધીની દરેક વસ્તુ માટે મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. દેશભરમાં ઈદ ઉલ ફિત્રને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેરળ અને લદ્દાખમાં બુધવારે મનાવવામાં આવશે

કેરળ અને લદ્દાખમાં ઈદ ગુરુવારના બદલે બુધવારે મનાવવામાં આવશે. આ રાજ્યોમાં સાઉદી અરેબિયા અનુસાર ઈદની ઉજવણી કરવામાં આવે છે. મનોરમાના એક અહેવાલ અનુસાર, કેરળના કોઝિકોડના મુખ્ય કાઝી સફિર સકાફી, કાઝી મોહમ્મદ કોયા જમામુલ લૈલી અને કેરળ હલાલ સમિતિના અધ્યક્ષ એમ મોહમ્મદ મદનીએ આની જાહેરાત કરી. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ જકાત તરીકે ગરીબોને ચોખાનું વિતરણ કર્યું હતું.

રમઝાન શા માટે ખાસ છે ?

રમઝાન મહિનો ઇસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો, મુસ્લિમ સમુદાયના લોકો રોઝા એટલે કે ઉપવાસ રાખે છે અને તેમનો મોટાભાગનો સમય અલ્લાહની ઇબાદતમાં વિતાવે છે. તેઓ અલ્લાહનો આભાર માને છે અને આ મહિનાના અંતમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરે છે. 

રમઝાન મહિનો મુસ્લિમ કેલેન્ડરનો નવમો મહિનો છે અને તેનું ખૂબ જ મહત્ત્વ છે. આ પવિત્ર મહિનામાં જ ઈસ્લામ ધર્મના ધાર્મિક પુસ્તક કુરાન શરીફનું અનાવરણ થયું હતું. હવે રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ જતાં ત્યાં આજથી પહેલો રોજો શરૂ થઇ ગયો છે.

હિન્દુ ધર્મમાં જે પ્રકારે શ્રાવણ માસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે, ઇસ્લામ ધર્મમાં એવું જ સ્થાન રમઝાન માસનું છે. આજે હિજરી સંવતનો આઠમો મહિનો શાબાન પૂર્ણ થતાં નવમા માસ રમઝાનનો ચાંદ દેખાયો એ સાથે જ મુસ્લિમ બિરાદરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ચંદ્રદર્શન થઈ જતાં આજ સાંજથી રમઝાન માસ શરૂ થયો છે. આજે રાત્રિની ખાસ નમાજ એવી ‘તરાવીહ’ શરૂ થઈ છે. આવતીકાલથી પવિત્ર રમઝાન માસના રોઝા (ઉપવાસ) શરૂ થશે.  

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *