Friday, 6 December, 2024

ઇદે મિલાદ

172 Views
Share :
ઇદે મિલાદ

ઇદે મિલાદ

172 Views

બિન સાંપ્રદાયિક દેશ ભારત તેની વિવિધતામાં એકતા અને ભાતીગળ સંસાકૃતિ માટે દુનિયામાં જાણીતો છે. ભારત માં ભલે જુદાજુદા ધર્મના લોકો વસે છે. પરંતુ ભારત ધાર્મિક બાબતમાં પણ એકતા ધરાવતો દેશ છે. ભારત માં બધા ધર્મના લોકો શાંતિ થી હાળીમળી ને તહેવારોની ઉજવણી કરે છે. આવોજ એક મુસ્લિમભાઈ ઓનો તહેવાર ઇદેમિલાદ આવે છે.

હજરત મોહમ્મદ મુસ્તફા સ. અ.વ. ના પવિત્ર જન્મ દિવશ એટલે ઇદે – મિલાદ આ તહેવાર ની સાચી ઉજવણી એટલે ગરીબ અને નિરધારની મદદ કરવી.

ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક મોટો તહેવાર છે.

પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મની ખુશીમાં ઉજવાતું ઈસ્લામિક તહેવાર ઇદ-એ-મિલાદ-ઉન-નબી, 1 ડિસેમ્બરથી શરૂ થઈને અને 2 ડિસેમ્બરના રોજ સુધી ઉજવવામાં આવશે.

પેગંબર હઝરત મોહમ્મદને છેલ્લો મેસેન્જર અને મહાન પ્રબોધક માનવામાં આવે છે, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લિમ લોકો હમેશા તેમના માટે આદર ભાવ ધરાવે છે આ દિવસને લઈને મુસ્લિમ સમાજમાં અલગ-અલગ અભિપ્રાય છે. પોત-પોતાના મત ધરાવે છે, પરંતુ ઉજવનાર આ દિવસને લઈને ધામધૂમથી ઉજવણી કરે છે.આ દિવશે મોહમ્મદ ના પ્રતિકાત્મક પગલાની નિશાની પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે મોટી મોટી રેલી પણ હોય છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે.

ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. તે સિવાય લોકો મક્કા મદિના અને દરગાહ પર જાય છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથીતે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે.

મહંમદ સાહેબ(સ.આ.વ.) ના જન્મ નું વર્ણન ઈસ્લામિક ગ્રંથો માં અત્યંત પ્રભાવ શાળી રીતે બતાવવામાં આવ્યું છે. મક્કા સહેરની હાસમની હવેલીના એક ઓરડામાં બીબી આમેના સૂતા હતા. આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનના કૂખે ખુદાના પ્યારા પયગંબર નો જન્મ થયો. જન્મતા ની સાથે આખો ઓરડો પ્રકશીત થયો. બાજુમાં ઉભેલી સ્ત્રી ની આંખો અંજાય ગઈ. અને એ સાથે જ આખી દુનિયાને ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હજરત મહમ્મદ સાહેબ જન્મી ચુકીયા હતા.

આમ ગુજરાત રાજ્ય માં હર્ષ અને ઉલ્લાશ ભેર ઈદ-એ-મીલાદ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. તે નિમિતે રાજ્ય ભરમાં તેમજ સિટી અને ગામડામાં જુલુશ નું આયોજન કરવામાં આવે છે. આ જુલુશ માં ટ્રક અને મોટી ગાડી શણગારવામાં આવે છે. આ અવશરે દાન પુણ્ય કરવામાં આવે છે. આમ આ દિવશે ઘણી જગ્યાએ હિન્દુ મુસ્લિમ એકતાના કર્યાકરમ નું આયોજન કરવામાં આવે છે.

ખુદાના આવા પાક પ્યારા પયગંબર ની વફાત મુસ્લિમ ચાંદ 12 રબ્બીઉલ અવ્વલ, 11 હિજરી 8 જૂન ઇ.સ. 632 નરોજ થાય. પણ નોંધ પાત્ર બાબત એ છે કે મહમ્મદ સાહેબ નો જન્મ અને વફાત 12 રબ્બી ઉલ અવ્વલ અરથાત એકજ મુસ્લિમ તારીખે થયા હતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *