Saturday, 21 September, 2024

Ek Pal Ni Mulakat Lyrics in Gujarati

97 Views
Share :
Ek Pal Ni Mulakat Lyrics in Gujarati

Ek Pal Ni Mulakat Lyrics in Gujarati

97 Views

હો ભુલી ગયા તમે એક પલની મુલાકાત
હો ભુલી ગયા તમે એક પલની મુલાકાત
મારા દિલને આપી છે તમે કેવી રે સૌગાત
હો ભુલી ગયા તમે એક પલની મુલાકાત
મારા દિલને આપી છે તમે કેવી રે સૌગાત

આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ
આ મજબુર દિલ ની હવે કોને કરૂં વાત
અરે હું તો તારા પ્રેમમાં જબરી રે ફસાણી
જવા દેને યાર તારો નથી કોઈ વાંક

હો ભુલી ગયા તમે એક પલની મુલાકાત
મારા દિલને આપી છે તમે કેવી રે સૌગાત

હો દિલથી ચાહ્યો તો શુ ખોટ રહી ગઈ
તને એવી કઈ વાત ના રે ગમી
હો આંખ ખુલે તુજને બસ શોધ્યા કરૂં
હદથી વધારે હું દિવાની બની ગઈ
હદથી વધારે દિવાની બની ગઈ

આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ
આ મજબુર દિલની હવે કોને કરૂં વાત
હો તારા પ્રેમમાં જીવતર ગયું રે રોળાઈ
જવા દેને યાર તારો નથી કોઈ વાંક

હો ભુલી ગયા તમે એક પલની મુલાકાત
મારા દિલને આપી છે તમે કેવી રે સૌગાત

હો મન નો માણીગર હું તો માનીને ફરતી
તું કહે તો દિવસ તું કહે તો રાત ઢળતી
હો આટલું બધું કર્યું તોય રહી ગયી રઝળતી
આખરમાં છોડી ગયો એકલી તડપતી
સાથ મારો છોડી દીધો રહી ગઈ તડપતી

આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ
આ મજબુર દિલ ની હવે કોને કરૂં વાત
હો તારા વિના હવે કેમ જીવશું મારા યાર
જવા દેને યાર તારો નથી કોઈ વાંક

હો ભુલી ગયા તમે એક પલની મુલાકાત
મારા દિલને આપી છે તમે કેવી રે સૌગાત
મારા દિલને આપી છે તમે કેવી રે સૌગાત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *