Sunday, 22 December, 2024

Ek Patan Shaher Lyrics in Gujarati

202 Views
Share :
Ek Patan Shaher Lyrics in Gujarati

Ek Patan Shaher Lyrics in Gujarati

202 Views

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક વાગડ દેશનો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો સાવજડો વર્તાય
નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય

રંગમાં નખરો અરે ઢંગમાં નખરો
રંગમાં નખરો ઢંગમાં નખરો
રૂપ એવું અંગ અંગમાં નખરો
રંગમાં નખરો અરે ઢંગમાં નખરો
રંગમાં નખરો ઢંગમાં નખરો
રૂપ એવું અંગ અંગમાં નખરો
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક વાગડ દેશનો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો સાવજડો વર્તાય
નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય

બંકડી મૂછો અરે બંકડી પાઘડી
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
બંકડી મૂછો અરે બંકડી પાઘડી
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
હાલક ડોલક ડુંગરો જાણે પરખો તો પરખાય
નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

તન તો જાણે તાંબા જેવું
તન તો જાણે તાંબા જેવું હાલથ જાણે હાથણ જેવું
અરે તન તો જાણે તાંબા જેવું
તન તો જાણે તાંબા જેવું હાલથ જાણે હાથણ જેવું
ઘટ ઘૂંઘટને બાલની લટમાં ભલા ભલા હારી જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક વાગડ દેશનો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો સાવજડો વર્તાય
નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *