Ek Tu Hati Val Karnari Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Ek Tu Hati Val Karnari Lyrics in Gujarati
By Gujju17-06-2023
એક તું હતી મને વાલ કરનારી
હો એક તું હતી મને વાલ કરનારી
ના તું રહી કસી યાદો રહી તારી
અભાગ્યા અમે થયું તારાથી મળવાનું
મળી ગયું લાગે છે કોઈ મારાથી મજાનું
કોઈ મળો તો કેજો કોઈ રોવે છે તારો
જે હતું તને વાલુ
બસ તું હતી મને પ્રેમ કરનારી
ના તું રહી બસ યાદો રહી તારી
જે હતો દિલમાં પ્રેમ બધો તારા પર લુંટાયો
તે શું આપ્યું બદલામાં આભાર મને તે રડાયો
હું જીવું ઘણું એ માટે કરતી રોજ દુવાઓ
તું મારો જ છે કહેનારી આજે કરી ગઈ પરાયો
એ હતી જયારે સાથે મારો સમય ખુટતો
આજે થઇ ગઈ છે દૂર મારો શ્વાસ તુટતો
કોઈ મળો તો કેજો યાદ કરે કોઈ તારો
કોઈ રોવે છે તારો
એક તું હતી મને વાલ કરનારી
ના તું રહી કસી યાદો રહી તારી
મારા ધડકતી ધડકનમાં હરેક શ્વાસે નામ તારું
આજે ઝેર એ બન્યું લાગે જીવતર મને ખારું
ઘણું કઠણ થઇ જીવું છું મળે ના હાશકારો
હતી વાલ કરનારી હું એનાથી ઘવાયો
અફસોસ એ રહ્યો કે એનો થઈ ના શક્યો
જુદા થાય રે પછી ક્યારે મળી ના શક્યો
કોઈ મળો તો કેજો યાદ કરે કોઈ તારો
જે હતું તને વાલુ
બસ તું હતી મને વાલ કરનારી
ના તું રહી બસ યાદો રહી તારી