Sunday, 16 March, 2025

Ena Gher Der Che Andher Re Nathi Lyrics in Gujarati

150 Views
Share :
Ena Gher Der Che Andher Re Nathi Lyrics in Gujarati

Ena Gher Der Che Andher Re Nathi Lyrics in Gujarati

150 Views

મારી માતાથી મોટી કોઈની મેર રે નથી
મારી માતાથી મોટી કોઈની મેર રે નથી
મારી માતાથી મોટી કોઈની મેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
સમય આવે મારો પછી તારી ખેર રે નથી
સમય આવે મારો પછી તારી ખેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
ખોટું બહુ નહિ ચાલે સુરજ ઉગશે કાલે
ખોટું બહુ નહિ ચાલે માડી આવશે વારે
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી

મોણહ ભુલી જાય પણ માતા ના ભૂલે
હિસાબ દેવો પડશે તારે વાગતા ઢોલે
આવશે વેલેરી માડી વાર નહિ કરે
ન્યાય માગશે તારી એક નહિ ચાલે
જવાબો દેવા રે પડશે તારી આંખો રે રડશે
જવાબો દેવા રે પડશે આભ તુટી રે પડશે
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી

ભોળા ભોળપણનો તે ફાયદો ઉઠાયો
ભઈબંદના વેહે તું વેર થઇને આયો
માંના દિવાના વિશ્વાસે મેં સમય રે વિતાયો
આવી માડી વારે મારો વખત રે બદલાયો
માં એ પારખા કર્યા દુઃખ દૂર રે કર્યા
માં એ પરચા પૂર્યા વેણ હાચા પડ્યા
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
મારા કુળની કુળદેવી મારી લાજ રે રાખી
મારી કુળદેવી માં એ મારી લાજ રે રાખી
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી
એના ઘેર દેર છે અંધેર રે નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *