Friday, 15 November, 2024

Fariyaad Lyrics

114 Views
Share :
Fariyaad Lyrics

Fariyaad Lyrics

114 Views

એ ચ્યો જઈને કરૂં ફરિયાદ
એ ચ્યો જઈને કરૂં ફરિયાદ
ચ્યો જઈને કરૂં ફરિયાદ
ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે  

અલ્યા ચ્યો જઈને કરૂં ફરિયાદ
ચ્યો જઈને કરૂં ફરિયાદ
કર્યા પ્રેમમાં બુરા હાલ રે
થઈ જિંદગી પાયમાલ રે

હો પ્રેમમાં થયું છે મારે તો જબરૂં
તારા વિના જીવવું મારે તો અઘરૂં
પ્રેમમાં થયું છે મારે તો જબરૂં
તારા વિના જીવવું મારે ઘણું અઘરૂં

એ ચ્યો જઈને કરૂં ફરિયાદ
ચ્યો જઈને કરૂં ફરિયાદ
ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે  
એ ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે  

હો લવ કરીને મારી લાઈફ બગાડી
તું તો ગયો મારી વાટ લગાડી
હો …તારા માટે હું તો આ દુનિયાથી જગડી
તોય તે અલ્યા મારી પત્તર રગડી

એ માથે પડ્યા મારે પ્રેમના ઉજાગરા
કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા
માથે પડ્યા મારે પ્રેમના ઉજાગરા
કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા

અલ્યા ચ્યો જઈને કરૂં ફરિયાદ
ચ્યો જઈને કરૂં ફરિયાદ
દિલના ટુકડા થયા હજાર રે
આંખે આહુડાની ધાર રે  
એ ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે  

મારાથી હારી તને મળી જશે રે
મારા જેવો પ્રેમ એ ના કરી શકે
હો હો મોઢું જોઈને કોઈના પ્રેમમાં ના પડતા
પસ્તાવો થશે ત્યારે નઈ આવડે રડતા

એ સોના જેવા દિલમાં મારા રહેતા ના આવડ્યું
સાંચા મારા પ્રેમને તે કલંક તે લગાડ્યું
સોના જેવા દિલમાં મારા રહેતા ના આવડ્યું
સાંચા મારા પ્રેમને તે કલંક તે લગાડ્યું

અલ્યા ચ્યો જઈને કરૂં ફરિયાદ
ચ્યો જઈને કરૂં ફરિયાદ
કરી જિંદગી આ બેકાર રે
આંખે આહુડાની ધાર રે  
એ પ્રેમમાં થયા બુરા હાલ રે
આંખે આહુડાની ધાર રે
હો …ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે  

હો …ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *