Sunday, 22 December, 2024

ગગન કી ઓટ નિશાના હૈ

329 Views
Share :
ગગન કી ઓટ નિશાના હૈ

ગગન કી ઓટ નિશાના હૈ

329 Views

ગગન કી ઓટ નિશાના હૈ

દાહિને સૂર ચંદ્રમા બાંયે
તીન કે બીચ છિપાના હૈ

તનકી કમાન સુરત કા રૌંદા,
શબદ બાણ લે તાના હૈ

મારત બાણ બિધા તન હી તન
સતગુરુ કા પરવાના હૈ

માર્યો બાણ ઘાવ નહીં તન મેં
જિન લાગા તિન જાના હૈ

કહે કબીર સુનો ભાઈ સાધો,
જિન જાના તિન માના હૈ

– સંત કબીર

પ્રસ્તુત ભજનમાં કબીર સાહેબ કહે છે કે પરમ તત્વ તો આસમાનથી પણ પર છે. એની ડાબી બાજુએ સૂર્ય અને જમણી બાજુએ ચંદ્ર છે. તેની વચ્ચે એ છુપાયેલ છે. (એના ગૂઢાર્થ એવો પણ લઈ શકાય કે આપણી ડાબી નાડી સૂર્ય નાડી અને જમણી નાડી ચંદ્ર નાડી છે અને એ બંનેની મધ્યમાં સુષુમ્ણા નાડી રહેલી છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાથી એનો સાક્ષાત્કાર કરી શકાય છે.) શરીરરૂપી ધનુષ્ય છે, દ્રષ્ટિરૂપી પ્રત્યંચા ખેંચેલી છે, અને શબ્દોનું બાણ લઈને તાકવાનું છે. (અર્થાત્ બે ભ્રમરની મધ્યમાં દ્રષ્ટિને સ્થિર કરીને સોહમમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે) એ શબ્દોનું બાણ સદગુરુના કહ્યા મુજબ શરીરને છોડીને તાકવાનું છે. એ બાણ એવું છે કે સામાન્ય બાણની જેમ એનો ઘાવ દેખાતો નથી પણ જેને એ લાગે છે તેને જ તેનું જ્ઞાન થાય છે. કબીર સાહેબ કહે છે કે આવું બાણ જેને લાગી ગયું છે તેનું જીવન યથાર્થ છે, તેને અનુસરવામાં ભલાઈ છે.

Hindi

गगन की ओट निशाना है ।

दाहिने सुर चंद्रमा बांये,
तिन के बीच छिपाना है … गगन की ओट

तन की कमान सुरत का रौंदा,
शबद बाण ले ताना है … गगन की ओट

मारत बाण बिधा तन ही तन
सतगुरु का परवाना है … गगन की ओट

मार्यो बाण घाव नहीं तन में
जिन लागा तिन जाना है … गगन की ओट

कहत कबीर सुनो भाई साधो
जिन जाना तिन माना है … गगन की ओट

English

Gagan Ki Ote Nisana Hai

Dahine Sur Chandrama Banye
Tin Ke Beech Chhipana Hai

Tan Ki Kaman Surat Ka Raunda
Shabad Baan Le Taana Hai

Maarat Baan Bidha Tan Hi Tan
Satguru Ka Parwana Hai

Maaryo Baan Ghav Nahin Tan Me
Jin Laaga Tin Jaana Hai

Kahe Kabir Suno Bhai Sadho
Jin Jaana Tin Maana Hai

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *