Sunday, 22 December, 2024

Gagan Vasi Dhara Par Lyrics in Gujarati

1532 Views
Share :
Gagan Vasi Dhara Par Lyrics in Gujarati

Gagan Vasi Dhara Par Lyrics in Gujarati

1532 Views

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો
જીવનદાતા જીવનકેરો અનુભવ તું કરી તો જો

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવંત
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો

જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો

નથી આ વાત સાગરની આ ભવસાગરની વાતો છે
અવરને તારનારા તું સ્વયં એને તરી તો જો

નિછાવર થઇ જઇશ એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા મરણ પહેલાં મરી તો જો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *