Sunday, 22 December, 2024

Gam Dham Dhamse Lyrics in Gujarati

136 Views
Share :
Gam Dham Dhamse Lyrics in Gujarati

Gam Dham Dhamse Lyrics in Gujarati

136 Views

હા ગમે તેવી જંગ જીતવા ભઈયો ભેળા જોવે
પ્રેમ અમારો એવો કે દગા ના હોઈ લોયે
નમ્યા કોઈના બાપને નથી નમતી જો અમે દઈયે
લાજે સિંહણના દૂધડા ફેર એના લોઈયે

હા જે નમશે એ ગમશે બાકી ગામ ધમ ધમશે
હા જે નમશે એ ગમશે બાકી ગામ ધમ ધમશે
જે નમશે એ ગમશે બાકી ગામ ધમ ધમશે
કે વાઘ જેવા , હા હા હાવજ જેવા
એ વાઘ જેવા ભઈયો મારા ક્યાં કોઈનાથી કમ છે

હાથમાં માળા પેટમાં લારા દુનિયાનું દસ્તુર છે
હાથમાં માળા પેટમાં લારા દુનિયાનું દસ્તુર છે
હા તારા જેવા ,કે વીરા તારા જેવા
હા વાઘ જેવા ભઈયો ભેળા ફેર શું રે પડશે

એ દેવુને દુશમન હોઈ ભલે જાજુ
તારા માટે વીરા ગામ હારે બાજુ
જે ગમે એને નમે બાકી ગામ ધમ ધમે
જે ગમે એને નમે બાકી ગામ ધમ ધમે
કે તારા આગળ ,ભાઈ મારા તારા આગળ
તારા આગળ ભઈલા મારા ભલભલા રે નમે ,નમે
કે કહેવું ના રે પડે વાલા ભરવાડ છીએ અમે ,અમે

હો તું જો હોઈ હારે આખી દુનિયા નમાવું
તું જ મારી હાચી દોલત રૂપિયા શું કમાવું
અરે હા હા હા સાત ભવનું કરવું નથી મારે જોને હાજું
તારા માટે તો વીરા વઢાવી લઉં માથું

એ લાકડીઓ હારે ખેલ ખાંડાના રે ખેલે
ચોંટ્યા પછી એતો કોઈને રે ના મેલે

વાહ મેરી જાન
તું મેરી હીર હૈ મેં તેરા રાંઝા હું
તું મેરી હીર હૈ મેં તેરા રાંઝા હું
તું ઉડતી પતંગ મેરી મેં તેરા માંઝા હું
હા તેરે લીયે જાન મેં દુનિયા સે લડ઼જાવું

હો વીઘા રે વીઘાના જોને વાડા છે અમારા
જીવથી રે વાલા અમને વાછડું રૂપાળા
હા …નોખા છે રિવાજો અમારા નોખા છે રેડારા
નાની રે ઉંમરમાં ઠાકર રાજ તે કરાયા

હો જાજુ જીવ્યું નહીં જીવી ગયો એ વટથી
બ્રાન્ડ એવી મોન્ટી મુંધવા દુનિયા રે બળતી ,ભલે બળતી
ભઈબંધી તમારી એવી કે ગામ ભડકે બળશે
અલ્યા રાગ તમારો એવો કે ગામ ભડકે બળશે
કે  તારા જેવા ,કે વીરા મારા તારા જેવા
હા તારા જેવા ભયો મારા રુદિયામાં રમશે ,ઘાયલ
હા તારા જેવા ભયો મારા રુદિયામાં રમશે ,ઘાયલ
હા તારા મારા જેવી યારી જગમાં ના જડશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *