Sunday, 22 December, 2024

ગણેશ ચોથ વ્રત કથા

259 Views
Share :
ગણેશ ચોથ વ્રત કથા

ગણેશ ચોથ વ્રત કથા

259 Views

એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આતાં ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા.

આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા,” ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નથી. પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલેચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. “

આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. બે બીકના માર્યા કમળમાં છૂપાઈ ગયા. ચારેકોર અંઘકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા.

બ્રહ્માજી બોલ્યા કે “ગણપતિનો શ્રાપ કદિ મિથ્યા જતો નથી. છતાં પણ હું તમને એના નિવારણનો ઉપય બતાવું છું. સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈપણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. પછી વિધિવત તેની પૂજા કરવી. નૈવેધમાં લાડુ ધરાવવો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન-દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે.”

ભાદવવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણશ ચોથનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાવ અને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળું છો, કૃપા કીને મને શ્રાપમાંથી મુક્ત કરો.

ગણપતિ ચંદ્રની ભક્તિથી ખૂથ થયા. તેને દર્શન આપી બોલ્યો, “ચંદ્ર તુ સંપૂર્ણ શ્રાપમૂક્ત તો નહીં થઈ શકે. છતા હું તારા વ્રતથી ખૂશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે. પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ.” હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.

ગણેશ ચતુર્થીની કથા

હિન્દુ પૌરાણિક કથા અનુસાર ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીની કથા સંભળાવવા અને બધી તકલીફ દૂર કરવા અને જીવનને ખુશહાલીથી ભરીને ખૂબ આનંદ કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *