Sunday, 22 December, 2024

ગંગાજીની આરતી | Ganga Mata Ni Aarti Gujarati Lyrics

329 Views
Share :
ગંગાજીની આરતી | Ganga Mata Ni Aarti Gujarati Lyrics

ગંગાજીની આરતી | Ganga Mata Ni Aarti Gujarati Lyrics

329 Views

જય જય જય શ્રી ગંગા માતા, ભાગીરથી વંદુ તને.

ગંગા હે કલ્યાણ-કારિણી બ્રહ્મસ્વરૂપા હે મા !
વિષ્ણુ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને … જય જય

ગંગા હે જીવન દાયિની શિવ સ્વરૂપા હે મા !
શક્તિ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને … જય જય

ગંગા હે ક્ષેમવતી દેવી, નારાયણી સ્વરૂપા,
શ્રી નારાયણ ચરણે પ્રકટી, ભાગીરથી વંદુ તને … જય જય

ગંગા મા હે રોગવિનાશીની ! પાપ વિનાશીની હે મા !
સર્વ સંકટને હરનારી, ભાગીરથી વંદુ તને … જય જય

ગંગા મા હે મોક્ષદાયિની ! મંદાકિની સ્વરૂપા,
મંદ ગતિથી વહેનારી મા, ભાગીરથી વંદુ તને … જય જય

ગંગા મા હે સ્વર્ગવાસીની ! નંદિની પૃથ્વી સ્વરૂપા,
શિવામૃતા વિરજા નામે મા, ભાગીરથી વંદુ તને … જય જય

ગંગા મા હે લિંગ-ધારિણી ! મંગલકારક હે મા !
વરદાયિની અધીશ્વરી દેવી, ભાગીરથી વંદુ તને … જય જય

હે મા ગંગા તારા ચરણે, શ્રી ગુરુદેવ બિરાજ્યા,
ધન્ય બનાવ્યું જીવન જેનું, ભાગીરથી વંદુ તને … જય જય

હે મા ગંગા ! પાવન કરજો, યોગેશ્વર સ્વરૂપા,
પૂર્ણ રૂપે મા પ્રકટો આજે, દિવ્ય સ્વરૂપે સમાવો … જય જય

હે મા ! ગંગા દર્શન દીધાં, કૃપા કરીને પ્રેમે,
ફરી ફરી એ દર્શન દઇ દો, વિનંતી આજ સુણી લો. … જય જય

હે મા ગંગા ! ધન્ય બનાવો, પૂર્ણ બનાવો પ્રેમે,
દર્શનનું દો દાન હવે તો, પૂર્ણ પણે અપનાવો … જય જય

હે મા ગંગા ! તારા ચરણે, પ્રણામ કરું છું પ્રેમે,
નમસ્કાર કરું તારા ચરણે, દંડવત્ કરું હે મા ! … જય જય

– મા સર્વેશ્વરી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *