Thursday, 2 January, 2025

ગંગાજીની સ્તુતિ

320 Views
Share :
ગંગાજીની સ્તુતિ

ગંગાજીની સ્તુતિ

320 Views

देवि! सुरेश्वरि! भगवति! गंगे त्रिभुवनतारिणि तरलतरंगे ।
शंकरमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥ १ ॥
દેવી સુરેશ્વરી ભગવતી ગંગા ! ત્રિભુવન તારિણી તરંગમયી મા,
શંકર શિર-પર વિચરણ કરતાં ભગવતી ગંગે, નમન અમારા (૨)
કરજો સ્થિરમતિ ચરણે તમારાં.

भागीरथिसुखदायिनि मातस्तव जलमहिमा निगमे ख्यातः ।
नाहं जाने तव महिमानं पाहि कृपामयि मामज्ञानम् ॥ २ ॥
ભાગીરથી, સુખદાયિની હે મા ! વેદશાસ્ત્ર સન્માનિત હે મા !
અજ્ઞાની, મહિમાથી અજાણ્યા ભગવતી ગંગે, નમન અમારા (૨)
રક્ષા કરજો, શરણે તમારા.

हरिपदपाद्यतरंगिणि गंगे हिमविधुमुक्ताधवलतरंगे ।
दूरीकुरु मम दुष्कृतिभारं कुरु कृपया भवसागरपारम् ॥ ३ ॥
હરિચરણની હે સુરસરિતા ! તરંગ તારાં હિમચંદ્ર સમાં !
સુંદર મોતી સમાં ઝળકતાં, ભગવતી ગંગે, નમન અમારા (૨)
પાપના ભાર ઉતારો અમારા.

तव जलममलं येन निपीतं परमपदं खलु तेन गृहीतम् ।
मातर्गंगे त्वयि यो भक्तः किल तं द्रष्टुं न यमः शक्तः ॥ ४ ॥
પ્રસાદથી પાવન પદ મળતાં, શ્રી ચરણો યમબંધન હરતાં,
સ્વર્ગસુખ ક્ષણમાં ધરનારાં, ભગવતી ગંગે, નમન અમારા (૨)
કરો મનોરથ શાંત અમારા.

पतितोद्धारिणि जाह्नवि गंगे खंडित गिरिवरमंडित भंगे ।
भीष्मजननि हे मुनिवरकन्ये पतितनिवारिणि त्रिभुवन धन्ये ॥ ५ ॥
પતિત ઉદ્ધારિણી જાહ્નવી ગંગા ! ભીષ્મ જનની હે મુનિવર કન્યા !
ખંડન હિમગીરીનું કરનારાં ભગવતી ગંગે, નમન અમારા (૨)
ધન્ય કરી દો જીવન અમારાં.

कल्पलतामिव फलदां लोके प्रणमति यस्त्वां न पतति शोके ।
पारावारविहारिणि गंगे विमुखयुवति कृततरलापांगे ॥ ६ ॥
કલ્પલતા સમ ફળ દેનારાં, સમંદર પ્રતિ વિચરણ કરતાં,
ચંચલ વિમુખ વનિતા સરખાં ભગવતી ગંગે, નમન અમારા (૨)
સન્મુખ રહેજો જીવન અમારા.

तव चेन्मातः स्रोतः स्नातः पुनरपि जठरे सोपि न जातः ।
नरकनिवारिणि जाह्नवि गंगे कलुषविनाशिनि महिमोत्तुंगे ॥ ७ ॥
નરક નિવારિણી, હે મા ગંગા ! ક્લેશ વિનાશીની હે મા ગંગા !
વંદનથી શોક હરણ કરતાં, પ્રણામથી પીડા હરનારાં
ભગવતી ગંગે, નમન અમારા, શોક સમસ્ત હરજો અમારા.

पुनरसदंगे पुण्यतरंगे जय जय जाह्नवि करुणापांगे ।
इंद्रमुकुटमणिराजितचरणे सुखदे शुभदे भृत्यशरण्ये ॥ ८ ॥
પવિત્રતા તવ તરંગ ધરતાં, કલ્યાણ પરમ સૌનું કરતાં,
ચરણ તમારા મુકુટમણિ શાં ભગવતી ગંગે, નમન અમારા (૨)
સુગંધિત કરો જીવન અમારાં.

रोगं शोकं तापं पापं हर मे भगवति कुमतिकलापम् ।
त्रिभुवनसारे वसुधाहारे त्वमसि गतिर्मम खलु संसारे ॥ ९ ॥
ત્રિભુવનના સાર સ્વરૂપ, હે મા ! મહીમંડળનાં માળી, તમે મા,
આરોગ્ય સૌને ધરનારાં ભગવતી ગંગે, નમન અમારા (૨)
ક્ષમા કરી દો દોષ અમારાં.

સદ્ ગતિ સૌને ધરનારાં, સર્વ દુઃખને દળનારાં, મા !
અલનંદા હે પરમાનંદા ! ભગવતી ગંગે, નમન અમારા (૨)
જનમ જનમ અમે બનીએ તમારાં.

ગંગાજીની સ્તુતિ કરનારા, શ્રીમદ્ શંકરાચાર્ય છે ન્યારા,
અગણિત વંદન ચરણે તમારા, નમન હજારો વાર અમારા (૨)
જય જય હો શંકર સુખદાતા.

શંકર સરવર નાંખે ફુલડાં, સર્વેશ્વરીની માળે પધાર્યાં,
ગંગા માએ સૌને વધાવ્યાં, જય જય જય હો ગંગા માતા, (૨)
જય જય યોગેશ્વર ભગવંતા.

– મા સર્વેશ્વરી

पुनरसदंगे पुण्यतरंगे जय जय जाह्नवि करुणापांगे ।
इंद्रमुकुटमणिराजितचरणे सुखदे शुभदे भृत्यशरण्ये ॥ ८ ॥

रोगं शोकं तापं पापं हर मे भगवति कुमतिकलापम् ।
त्रिभुवनसारे वसुधाहारे त्वमसि गतिर्मम खलु संसारे ॥ ९ ॥

अलकानंदे परमानंदे कुरु करुणामयि कातरवंद्ये ।
तव तटनिकटे यस्य निवासः खलु वैकुंठे तस्य निवासः ॥ १० ॥

वरमिह नीरे कमठो मीनः किं वा तीरे शरटः क्षीणः ।
अथवाश्वपचो मलिनो दीनस्तव न हि दूरे नृपतिकुलीनः ॥ ११ ॥

भो भुवनेश्वरि पुण्ये धन्ये देवि द्रवमयि मुनिवरकन्ये ।
गंगास्तवमिमममलं नित्यं पठति नरो यः स जयति सत्यम् ॥ १२ ॥

येषां हृदये गंगा भक्तिस्तेषां भवति सदा सुखमुक्तिः ।
मधुराकंता पंझटिकाभिः परमानंदकलितललिताभिः ॥ १३ ॥

गंगास्तोत्रमिदं भवसारं वांछितफलदं विमलं सारम् ।
शंकरसेवक शंकर रचितं पठति सुखीः तव इति च समाप्तः ॥ १४ ॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *