Sunday, 22 December, 2024

ગપ્પોળીયા રમણકાકા 

153 Views
Share :
ગપ્પોળીયા રમણકાકા 

ગપ્પોળીયા રમણકાકા 

153 Views

મોહનગઢ નામનું એક ગામ હતું. ત્યાં ગામના બધા લોકો હળીમળીને રેતા. ત્યાંના મોટાભાગના લોકો પ્રમાણિત અને મહેનતુ હતા. ગામમાં રામણકાકા રેહતા, તે પણ ભલા હતા પણ ગપ્પા મારવાથી ટેવાયેલા હતા.

એક દિવસે રામણકાકા પ્રવાસે ગયાને ગામના બધા લોકોને કેહતા ગયા કે વિશ્વના પ્રવાસે જાવ છું. તેમને બધા લોકોએ શુભેચ્છા પાઠવી ને વિદાય આપી. 

હવે… રામણકાકાના ગયાને એક વર્ષ થય ગયું પણ રામણકાકા પાછા નહતા આવ્યા. ગામના બધા લોકોને નિરાંત હતી, કમકે લોકોને રામણકાકાના ગપ્પા સાંભળવા નહોતા પડતા.

આખરે એકવર્ષ પછી રામણકાકા પાછા આવ્યા. ગમના આગેવાનો અને એમના મિત્રોએ તેમનું સ્વાગત કર્યું અને એમના માનમાં રાત્રી ભોજનનું આયોજન કર્યું. રાત્રે ગામના મુખી, પોલીસપટેલ, શેઠ, અને શિક્ષક જેવા અગેરે આગેવાનો આવ્યા હતા. 

રાત્રી ભોજન પછી આ બધા મેહમનોએ રામણકાકાને પૂછ્યું કે તમારા પ્રવાસની વાત તો કરો…

રામણકાકા: અરે દોસ્ત! બહુ મજા આવી ગઈ. હું તો નજીકના રામપુર ગામે ગયો. ત્યાંથી સ્ટીમરમાં બેસી ગયો, સ્ટીમર આખું વિશ્વ (દુનિયા) ફરવાની હતી. મધદરિયે તો એવો રોમાંચ આવ્યો કે ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! આજ સમયમાં અચાનક વવાજોડું આવ્યું, અમારું વાહન હાલકડોલક થવા લાગ્યું. જોતા જ જોતા થોડીવારમાં તો સ્ટીમર ભાંગી પડી ને બધા લોકો ડૂબવા લાગ્યા. મારા હાથમાં એક મોટું પાટિયું આવીગયું ને હું એને ચોંટી વળ્યો.

ખબર નથી કે હું, કેટલા દિવસ એ પાટિયા પર તરતો રહ્યો. આમ તરતા-તરતા હું એક કિનારે આવી પોહોચ્યો. તે કિનારે ઉતરિયો, હું ભૂખ્યો તરસ્યો હતો. ત્યાંના લોકો ખૂબ સારા હતા, મને ખાવાનું આપ્યું, મારી સારવાર કરી. પછી મને ખબર ઓડી કે એ ટાપુનું નામ “મ્યાન ટાપુ” છે.

ત્યાં હું ઘણા દિવસો રહ્યો, સાજો-નરવો થઈ ગયો. પછી મેં ત્યાંના લોકોને કહ્યું કે મારે મારા વતન જવું છે, મારે મારા ગામ “મોહનગઢ” જવું છે. તે બધા ભલા લોકોએ મને વાહનમાં બેસાડીને આપણા વતનને કિનારે પહોંચાડ્યો. ત્યાંથી હું રખડતા-ભટકતા 2 મહિને આપણે ગામ પહોંચ્યો.

આટલું સંભાળિયા બાદ ગામના શિક્ષક રાકેશભાઈ કહે, વાત માન્યામાં નથી આવતી. “મ્યાનટાપુ” તો અહિયાંથી હજારો કિલોમીટર દૂર છે તો તમેં પાટિયા પર તરતા-તરતા ત્યાં કેમ પહોચ્યા?

રામણકાકા: તમારે ન માનવું હોય તો મને કોય વાંધો નથી. પણ હું ત્યાં જય આવ્યો છું. ત્યાંના લોકો એટલા ઉચ્ચા છે કે એક જણ તો બે માળ જેટલો ઊંચો, એનું મોં જોવા મારે ઝાડ પર ચડવું પડ્યું.

શિક્ષકે ફરી કહ્યું: રામણકાકા આતો ગપુ જ છે હો!

રામણકાકા: તમે મને “મ્યાનટાપુ” પર લય જાવ, હું તમને આ વાત માટે સાક્ષી લ્યાવી આપું. અને ત્યાં એક માણસ તો એટલો જાડો હતો કે જાણે તમે વડના ઝાડનું થડ જ જોઈ લ્યો.

શિક્ષક રાકેશભાઈ કઈક બોલવા ગયા ત્યાંતો રામણકાકાએ ફરી કહ્યું, આ વાત માટે પણ હું સાક્ષી લાવી સકુ જો તમે મને મ્યાનટાપુ પર લય જાવ.

હવે બધાને ખબર પડી ગઈ હતી કે રામણકાકા ને નહિ પહોચી શકાય. અને કાકાને પણ ખબર હતી કે આ બધાને હું જે કહીશ એ માનવું જ પડશે. 

શિક્ષક રાકેશભાઈએ પૂછ્યું, કાકા તમને એ લોકો મુકવા કેમ આવ્યા?

રામણકાકા: કારણકે હું પણ ત્યાં પરાક્રમ બતાવી આવ્યો છું, મેં એવા એવા પરાક્રમ કારિયા છે કે વાત ન પૂછો. ને પછી એ લોકો મને માન આપવા લાગ્યા, પછી મેં એ લોકોને કહ્યું કે મારે મારા વતન જવું છે તો એ લોકો મને આદર અને માન પૂર્વક મુકવા આવ્યા.

શિક્ષક અશોકભાઈએ ફરી પૂછ્યું: તમે તો વળી એવા તે ક્યાં સાહસ અને પરાક્રમ બતાવ્યા?

રામણકાકા: અનેક સાહસ અને પરાક્રમ કર્યા હતા, હું તમને કહીશ તો તમે માનશો નહિ.

મુખીએ કાકાનો પાનો ચડાવતા કહ્યું: કહો તો ખરા!

રામણકાકા: એક જ સાહસ કહું, મેં એમના તળાવને એક જ કુદકામાં પાર કરી નાખ્યું હતું.

શિક્ષક રાકેશભાઈ: તળાવ સાવ નાનું હશે.

રામણકાકા: અરે! એવું કંઈ હોય! આપણા ગામના તળાવ જેટલું જ મોટું હતું. પણ તમે નહિ માનો, મારી સાથે ચાલો “મ્યાનટાપુ” હું તમને સાક્ષી લ્યાવી આપું.

શિક્ષક રાકેશભાઈ: હવે તમે બરોબર લાગમાં આવ્યા છો, કાકા! આપણે “મ્યાનટાપુ” જવાની જરૂર નથી. તમે આપણા ગામનું તળાવ કુદી બતાવો એટલે અમે માની લઈએ કે તેમે જે કઈ કીધું એ બધું સાચું છે.

આ સાથે જ… તરત મુખી, શેઠ, પોલીસપટેલ બધાએ કહ્યું, વાત સાચી છે. રામણકાકા ચાલો આપણા ગામના તળાવને કુદી બતાવો એટલે આપણે આ રાકેશભાઈનું મો બંધ કરી દઈએ.

પણ… રામણકાકાની તો બોલતી બંધ થય ગઈ હતી, એ હવે શુ બોલે? અને બધા સામું બસ જોઈ રહ્યા…

શિક્ષક રાકેશભાઈ: મને ખબર જ હતી કે તમે ગપ્પા મારો છો.

અંતે રામણકાકા તો કશું બોલી જ ન શક્યા અને ગામના લોકો એમના પર ખડખડાટ હસવા લાગ્યા. એવામાં રામણકાકા ચૂપચાપ ઉભા થયા અને પોતાના ઘર તરફ ભાગી વળ્યાં…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *