Garibni Hay Na Levay Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Garibni Hay Na Levay Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે ગરીબના તને હરાપ લાગશે
ગરીબના તને હરાપ લાગશે
હે પાપી તને હાઈ લાગશે
હે રાતા પોણીયે તને રોવડાવશે
રાતા પોણીયે તને રોવડાવશે
ઓ પાપી તને હાઈ લાગશે
અલ્યા હું એ છોડું પણ માતા નહીં છોડે
મોઢામાં ખાહડુ લઈ હાથ ભલે છોડે
મોઢામાં ખાહડુ લઈ હાથ ભલે છોડે
લોઢા ભેળું સોનાને કાટ લાગશે
લોઢા ભેળું સોનાને કાટ લાગશે
ઓ પાપી તને હાઈ લાગશે
હે પાપી તને હાઈ લાગશે
એ પડાઈ લીધેલું પાછું આલવું પડશે
શેરની હોમે હવાશેર માતા લેશે
જે દાડે મારી માતા વળગશે
અણધાર્યો તારા ઘેર વખો રે થાશે
અલ્યા એક દાડો તારૂં રોયુ નહીં નેઠે
દુઃખ વાળું દેરૂં ગોત્યું નહીં જડે
એક દાડો તારૂં રોયુ નહીં નેઠે
દુઃખ વાળું દેરૂં ગોત્યું નહીં જડે
બોલીને જો તું બીજું બોલશે
બોલીને જો તું બીજું બોલશે
ઓ પાપી તને હાઈ લાગશે
અલ્યા ઓ પાપી તને હાઈ લાગશે
એ હાથના કરેલા હૈયે રે વાગશે
મારી માતાથી તને કોઈના છોડાવશે
હે જગતમાં ફરી થાકી તું જાશે
તોય મારી માતાની રીહ ના ઉતરશે
હે ડેકલો વાગશે ને દુનિયા જોણશે
તને ખબર પડશે માતા મારી કોણ છે
ડેકલો વાગશે ને દુનિયા જોણશે
તને ખબર પડશે માતા મારી કોણ છે
હે વિશ્વાસઘાત તને ભારે પડશે
વિશ્વાસઘાત તને ભારે પડશે
ઓ પાપી તને હાઈ લાગશે
અલ્યા થાકીને વાળે વાળવું પડશે
થાકીને વાળે વાળવું પડશે
એ પાપી તને હાઈ લાગશે
હે ગરીબના તને હરાપ લાગશે
ગરીબના તને હરાપ લાગશે
ઓ પાપી તને હાઈ લાગશે
હે પાપી તને હાઈ લાગશે
મારા તને નેહાકા લાગશે